મોહન મોરલી વાગી રે
મોહનવરની મોહક મોરલી વાગી
સૂતી’તી શાંત બનીને,
નિદ્રામાં નાદ સુણીને,
રજનીએ ઝબકી જાગી જાગી રે
મોહનવરની…
સૂનાં ઘરબાર છોડી,
મોરલી સાંભળવા દોડી,
લગની વહાલાની લાગી લાગી રે
મોહનવરની…
આધારે ચાલી સ્વરને,
ભેટી હું ભૂધરવરને,
આ ભવની ભાવટ ભાંગી ભાંગી રે
મોહનવરની…
નરસૈંયાનો સ્વામી મળિયો,
મનનો મનોરથ ફળિયો,
થઈ છું હવે હું સદભાગી રે
મોહનવરની…