ઘમ ઘમે નગારા રે,
હો જી રે માડી ખોડલ ના ધામમાં
આરતી ની શોભા અપાર,
હો જી રે માડી ખોડલ ના ધામમાં
માનું મંદિરીયુ રૂડું રે લાગે,
ઢોલ શરણાઈ ને શંખ જ વાગે
હે.. ઝાલર નો ઝણકાર,
હો જી રે માડી ખોડલ ના ધામમાં
ધમ – ધમે નાગાર રે
માડી નું રૂપ જુવો રુડું રે લાગે,
માડી ની પાળે સૌ ભક્તો આવે
હે.. દર્શન કરવાને નર નાર,
હો જી માડી ખોડલ ના ધામમાં
ધમ ધમે નગારા રે
લાખ લાખ દીવડા ની,
આરતીયો થાય છે,
આરતીયો થાય છે.
ગરબા ગવાય છે.
હો જી માડી ખોડલ ના ધામમાં
ધમ ધમે નગારા રે