140 મા મોગલ તારો આશરો


માઁ મોગલ તારો આશરો
ઓ માઁ, ઓ માઁ, ઓ માઁ
(માઁ મોગલ તારો આશરો)
(ઓ માઁ, ઓ માઁ, ઓ માઁ)

મુઠ્ઠીભર બાજરો ને ભર્યો પણીયારો દેજે
આંગણિયે પારણા ઝુલાવજે
માઁ, આંગણિયે પારણા ઝુલાવજે
દીવાની દિવેટ ને ઘી થી પલાળજે ને
નેહડા રૂડાં દીપાવજે
માઁ, નેહડા રૂડાં દીપાવજે
કે તારા ચરણોની ચડતી રાખજે…, માઁ
કે તારા છોરૂડા ચડતી રાખજે
માઁ રાખજે ને આયલ ભણજેને મીઠો હોંકારો
ઓ, માઁ મોગલ તારો આશરો
ઓ માઁ, ઓ માઁ, ઓ માઁ
(માઁ મોગલ તારો આશરો)
(ઓ માઁ, ઓ માઁ, ઓ માઁ)

એક હાથે ત્રિશૂળ તારા, એક હાથે મમતા
બેફિકર છોરુડા રમતાં, હે માઁ
તારા બેફિકર છોરુડા રમતાં
ભુલીયે તને જો માઁ, તું ના ભૂલતી
રાખજે તને ગમતાં, હે માઁ, રાખજે તને ગમતાં
કે રખે તેડવાને આવે યમ કોક દિ…, ઓ માઁ
કે રખે તેડવાને આવે યમ કોક દિ, જોને કોક દિ
મોગલ નામ લેતાં જાય જીવ મારો
ઓ, માઁ મોગલ તારો આશરો
ઓ માઁ, ઓ માઁ, ઓ માઁ
(માઁ મોગલ તારો આશરો)
(ઓ માઁ, ઓ માઁ, ઓ માઁ)


Leave a Reply

Your email address will not be published.