પુછું રાધાને મીરાંને
એક વાતલડી હો છાની વાતલડી
સાચી શું છે બતાવોને રીત,
કરવી મારે પ્રીતલડી…
અરે પ્રીત કરી જાણી છે ચકોરે
ચકોરે સદા ચંદ્રની સાથ,
દૂર રહી ને પ્રિત્યું માણે,
માંગે નહી સંગાથ…
અરે દૂર છે સુરજ સુર્યમુખીથી,
તોયે મુખ મલકાટ,
મનડું મળે ત્યાં ટાઢક તનડે,
સાચા પ્રેમની વાટ…
ઓઢી ઓઢી કસુંબલ રે
તારી ચુંદલડી ઑ સાહ્યબા ચુંદલડી…
ભર્યાં હેતનાં દરિયા રે
છલોછલ આંખલડી…
એ પ્રીત ભરી તારી આંખલડીમાં,
વરસે અમ્રત ધાર…
એ અમ્રતનું પાન કરું હું,
ધન્ય થયો અવતાર…
અરે મુંગી તારી પ્રીતલડીમાં,
સઘળો પ્રેમનો સાર,
મળજો તારો સાથ ભવો ભવ
સખી પદમણી નાર…
અમે પ્રેમી પંખીડા રે
કરીએ વાતલડી ઓ મીઠી વાતલડી,
ભવો ભવ ની અમારી છે પ્રીત
અખંડ રહેજો પ્રીતલડી…