125 મારા દ્વારકાના રાજા


સોનાની છે નગરીને રૂપાના દરવાજા
સોનાની છે નગરીને રૂપાના દરવાજા
તારા વાગે નોબત વાજા મારા દ્વારકાના રાજા
તારા વાગે નોબત વાજા મારા દ્વારકાના રાજા

સત ના વાગે વાજા, વગાડે રણછોડ રાજા,
સત ના વાગે વાજા, વગાડે રણછોડ રાજા,
છપ્પન સીડીએ શોભે છે, મારા દ્વારિકાના રાજા
તારા વાગે નોબત વાજા મારા દ્વારકાના રાજા

ઠાકરજીના ઠાઠ ઘણેરા, રૂડા છે રજવાડા
ઠાકરજીના ઠાઠ ઘણેરા, રૂડા છે રજવાડા
સોના સૂરજ ના અજવાળા મારા દ્વારિકાના રાજા
તારા વાગે નોબત વાજા મારા દ્વારકાના રાજા


Leave a Reply

Your email address will not be published.