103 યાદ તારી જશે નહીં


હો રાતો ની રાતો જાશે દાડા ના દાડા જશે…(2)
યાદ તારી જાશે નહિ આ દિલ માંથી યાદ તારી જાશે નહિ
હો યુગ ભલે વીતી જશે મોત ભલે આવી જાશે
યાદ તારી જાશે નહિ આ દિલ માંથી યાદ તારી જાશે નહિ

હો જેદી તારી યાદ આ દિલ માંથી જાશે…(2)
ખોળિયું પ્રાણ છોડી દેશે આ ખોળિયું પ્રાણ છોડી દેશે
વાયરા વાતા રેશે નદીયું માં નીર રહેશે
યાદ તારી કાયમ રેશે આ દિલ માં યાદ તારી કાયમ રેશે
હો આ દિલ માંથી યાદ તારી જાશે નહિ

હો જુદા થઇ જીવી લઈશું તમે રાજી હોવ તો
તારી ખુશી માં મારી ખુશી
હો દુઃખ તારા બધા મને આપે ભગવાન
જોને રહે તારા હોઠો પર હસી


Leave a Reply

Your email address will not be published.