તારા ને મારા સપના અધૂરા…(2)
કરશું ઓ સાયબા આ જનમારે પૂરા
તારા ને મારા સપના અધૂરા
કરશું સાયબા આ જનમારે પૂરા
સાથ મારો કદી તું છોડતો નહીં
અરમાનો દિલના તોડતો નહીં…(2)
તમે છો સાજણ મારા દિલને પ્યારા
તારા ને મારા સપના અધૂરા
કરશું સાયબા આ જનમારે પૂરા
આંખોના તારલા બની ચમકો છો
બંધ કરું આંખોને નજરે આવો છો
તમેં મનમાં તું દિલની ધડકનમાં તું
તમને જોઈને જીવું છું હું
એકલી મને ના પડવા દેજે
હરઘડી હરપળ સાથે તું રેજે…(2)
તમ વિના સાજણ અમે કાગળ કોરા
તારા ને મારા સપના અધૂરા
કરશું સાયબા આ જનમારે પૂરા
માંગી મન્નત ને મળ્યા તમે મુજને
હર જનમારે હું માંગુ તુજને
થાય કોઈ ભૂલ તો મનમાં ના લેજો
સુખ-દુઃખમાં સદા સાથ મારી રેજો
તારા ભરોસે ડગ ભર્યા મેં તો
પડછાયો બની હવે સાથે રહેજો…(2)
હું ધડકન તમારી તમે દિલના ધબકારા
તારા ને મારા સપના અધૂરા
કરશું સાયબા આ જનમારે પૂરા
કરશું સાયબા આ જનમારે પૂરા