તને જોઉં તો સવાર તારાથી મારી સાંજ
હો તને જોઉં તો સવાર તારાથી મારી સાંજ
રાત દિવસ હોઠો પર તમારું જ નામ
તારા પ્રેમ નો કમાલ દિલ પૂછે છે સવાલ
કેવો જાદુ કરી ગયા કહો ને મારા યાર
મારી પહેલી દુઆ ને આખરી ઉમ્મીદ
તારી સાથે બાંધી મેં જન્મો ની પ્રિત
હો દિલ કઈ ના બીજું માંગે મળી ગયો તારો પ્યાર
દિલ કઈ ના બીજું માંગે મળી ગયો તારો પ્યાર
કેવો જાદુ કરી ગયા કહો ને મારા યાર…(2)
તમને મળ્યા પછી લાગ્યું હતી કમી તમારી
મને માની પોતાની મારી જિંદગી સવારી
હો રગ રગમાં મહોબ્બત નો રંગ લગાવી
વેરણ હતી જે રાતો એ સપને સજાવી
મારા દિલ ના ધબકાર સજ્યા સોળે શણગાર
રાત દિવસ આવે તમારા વિચાર
હો મને મીઠી મીઠી લાગે વાલમ તમારી વાત….(2)
કેવો જાદુ કરી ગયા કહો ને મારા યાર….(2)
હો મારા શ્વાસ માં તમે રહેજો સંગાથ માં
મારા ગીત સંગીત ને મારી વાત માં
હો જેવા તમે ચો એવા કાયમ રહેજો
થાય કોઈ ભૂલ તો અમને માફ કરજો
હો બન્યા જીવનસાથી ફળયા મારા ઉપવાસ
હમણાં મળ્યા ને બની ગયા ખાસ
હો મને પ્રેમ કરવા માટે પિયુ તમારો આભાર…(2)
કેવો જાદુ કરી ગયા કહો ને મારા યાર….(2)