એ હૂતો મોજીલી ને મતવાલી રે…(2)
મોજીલી ને મતવાલી રે
હું તો છોકરી છું મેહોણા ની રે
એ હૂતો લાગુ સુ હઉ ને વાલી રે
હું તો છોકરી છું GJ 2 ની રે
એ મને ખોટું બોલતા ના આવડે
કોઈને હાડાબારી ના પાલવે….(2)
એ હૂતો મોજીલી ને મતવાલી રે
હું તો છોકરી છું મેહોણા ની રે
એ હું તો છોકરી છું GJ 2 ની રે
વડીલો નો રાખું હૂતો આદર ને ભાવ રે
નમ્રતા થી વાત કરું સીધી છું સાવ રે
હો હો જરૂર પડે એને હું તો કરતી મદદ રે
હું તો બધા કરતા એકદમ અલગ રે
હો મને બીજાનું દુઃખ પણ દાખવે
એને રાજી કરી ને રહુ આખરે…(2)
એ હૂતો મોજીલી ને મતવાલી રે
હું તો છોકરી છું મેહોણા ની રે
એ હું તો છોકરી છું GJ 2 ની રે
શોખ બૌ ઊંચા ને ઊંચી છે પસંદ રે
મગજમારી કરે એને કરી દવ બંધ રે
હો હઉં ને કાયમ હું તો આલૂ સારી શીખ રે
કોઈપણ તકલીફ હોય કરી દવ હું ઠીક રે
હો હું તો કરું મોટા મોટા કોમ રે
બૌ ફેમસ છે મારુ નોમ રે…(2)
એ હૂતો મોજીલી ને મતવાલી રે
હું તો છોકરી છું મેહોણા ની રે
એ હું તો છોકરી છું GJ 2 ની રે
હું તો છોકરી છું મેહોણા ની રે