હૈયા થી આ હૈયું મળી ગયું
હો હો હૈયા થી આ હૈયું મળી ગયું
તારી આખો થી આ દિલ મારુ લડી ગયું
મન થી મન કેમ નું મળી ગયું
જયારે પોતાનું કોઈ જડી ગયુ
હૈયા થી આ હૈયું મળી ગયું
તારી આખો થી આ દિલ મારુ લડી ગયું
દિવસે યાદ રે કરું યાદ માં ખોતી રહું
રાતે શમણાં જોઉં સવારે શોધતી રહુ
હે મારા હૈયા માં એક નામ ગુંજે તારું સાયબા ગુંજે તારું
સાયબા તને મારો ના બનાવું તો કાજલ નામ નઈ મારુ
કાજલ નામ નઈ મારુ…
મારુ સપનું આજે સાચું બની ગયું
મારા દિલ ના કાગળ પર નામ લખી દીધું
મન થી મન કેમ નું મળી ગયું
જયારે પોતાનું કોઈ જડી ગયુ
હૈયા થી આ હૈયું મળી ગયું
તારી આખો થી આ દિલ મારુ લડી ગયું
મેતો પહેલી વાર જ્યારથી જોયો તને
આ દિલ કાજલ નું તડપે ક્યારે મળશે મને
હો હવે આવીજા મનડું ક્યાંય લાગતું નથી
સાયબા ક્યાંય લાગતું નથી
તારી કાજલ ને તારા વિના ફાવતું નથી
સાયબા ફાવતું નથી…
તારા પ્રેમ માં આ દિલ પાગલ બની ગયું
હું તારી ને તું મારો નક્કી થઇ ગયું
મન થી મન કેમ નું મળી ગયું
જયારે પોતાનું કોઈ જડી ગયુ
હૈયા થી આ હૈયું મળી ગયું
તારી આખો થી આ દિલ મારુ લડી ગયું