હવે મન ભરીને કરી લઉ વાત
હવે મન ભરીને કરી લઉ વાત
મને મળી ગયો તારો રે સંગાથ
હવે મન ભરીને કરી લઉ વાત
મને મળી ગયો તારો રે સંગાથ
બીજું જોઈએ શું મારે
મારે જીવવું તારી હારે
આ વાત મારી રાખજે યાદ
હવે મન ભરીને કરી લઉ વાત
પહેલી પહેલી રાત આ પૂનમની રે આવી
ચાંદાને એની ચાંદની ની યાદ આવી
મારો ચાંદલિયો પણ મને યાદ આવ્યો
જોયો જ્યાં તુજને આંખો ગઈ રે શરમાવી
હોં મારા હોઠો પર છે બસ તારું નામ
અરે તું તો મારા હૈયા કેરી હામ
હો…બીજું જોઈએ શું માર
મારે જીવવું તારી હારે
આ વાત મારી રાખજે યાદ
ચાલ જીવી લઈએ જિંદગી સાથ સાથ
ચાલ ફરીયે હાથ માં રાખી હાથ
હો જાલ્યો છે હાથ મારો છોડતો ના સાયબા
રહીશું હું તારી સાથે ભવભવ સંગાથમાં
હૉ કેવા બંધાણા આ પ્રીત ના રે તાંતણા
ખોડિયા જુદાં ને જીવ એક છે રે આપણા
ચાલ જીવી લઈએ જિંદગી સાથ સાથ
ચાલ ફરીયે હાથ માં રાખી હાથ
બિજુ જોઈએ સુ મારે
મારે જીવવું તારી હારે
આ વાત મારી રાખજે યાદ.
હવેં મન ભરી ને કરી લઉં વાત
મને મળી ગયો તારો રે સંગાથ