114 મને લાખો માં એક તું ગમે


તું દિલમાં રહે મારું દર્દ ના સમજે
આખોમાં છુપાયેલી વાત ના સમજે
આ કાજલ તને એટલું કહે
મને લાખો માં એક તું ગમે
ઓ સાયબા લાખો માં એક તું ગમે

તું દિલમાં રહે મારું દર્દ ના સમજે
આખોમાં છુપાયેલી વાત ના સમજે
હો ચહેરા નું સ્મિત તારું ઘડી ના ભુલાય છે
સામે રે આવો તો કેતા શરમાઈ જાય છે
હો જેવા છો એવા રેજો એવું કઈ જાય છે
યાદ માં તમારી મારો દિવસ નીકળી જાય છે
તું મારો મહેમાન થઇ પાસે રહે
મારા દિલ ના ખૂણા માં ભગવાન થઇ રહે
આ કાજલ ની ધડકન માં તું રહે
મને લાખો માં એક તું ગમે
ઓ સાયબા લાખો માં એક તું ગમે

તું દિલમાં રહે મારું દર્દ ના સમજે
આખોમાં છુપાયેલી વાત ના સમજે
હો નસીબ થી મળ્યા તમે ભાગ્ય ની વાત છે
વસાવો દિલમાં મારે રેવું તારી સાથ છે
હો રસમો ના જાણું હું તો કસમો ના જાણું
ભોળા રે મન થી મારા સાયબા ને ચાહું
મારુ અંતર કહે તું કૈક તો કહે
કશું ના મળે બસ તું મને મળે
કાજલ ની નસ નસ માં તું વહે
મને લાખો માં એક તું ગમે
ઓ સાયબા લાખો માં એક તું ગમે


Leave a Reply

Your email address will not be published.