115 લાગી પ્રેમ ની લગન


હો ખોલ્યા નયન ને સામે તમે છો
આતો કેવા રે નસીબ અમારા
હો સપના તમારા જોયા અમે વાલમ
થયા રે દીવાના તમારા

દિલ ની દિવારો શું કહે સાંભળો
નામ જપે છે તમારા
લાગી રે લાગી રે લાગી રે લાગી રે
લાગી રે લાગી રે તારા પ્રેમ ની લગન
લાગી રે તારા પ્રેમ ની લગન

હો સોળે કળાએ ખીલી છે કુદરત જોયી તને રંગરસીયા
મન ના માણીગર તમે દિલ માં મારા વસ્યા
હો હાથ ની મહેંદી હોઠો ની લાલી સોળે સજ્યા શણગાર
લાખો માં રે એક એવો મારો રે ભરથાર
હો આખો નું કાજલ કરે છે ઈશારા
સમજો ને હાલ અમારા
લાગી રે લાગી રે લાગી રે લાગી રે
લાગી રે લાગી રે તારા પ્રેમ ની લગન
લાગી રે તારા પ્રેમ ની લગન

હો ઓઢ્યું છે ઓઢણ નામ નું તારા પ્રેમ નો વાયરો વાય
દૂર ઘડી ના જાતા સાજણ એકલું ના રહેવાય
હો માંગુ દુઆ કે હસતા રહેજો આંખે ના આંસુ આવે
તારા મારા પ્રેમ ને જોજો નજર ના કોઈ લગાવે
હો ચાંદ થી સવાયો ચહેરો તમારો
થઇ ને રહેજો અમારા
લાગી રે લાગી રે લાગી રે લાગી રે
લાગી રે લાગી રે તારા પ્રેમ ની લગન
લાગી રે તારા પ્રેમ ની લગન


Leave a Reply

Your email address will not be published.