“પણ પદમાં પદમાં એ ચોપાટ પાથરી
અરેરે જોને ખેલવા પ્રીત્યું ના ખેલ
પણ માંગડો ગડો રમે રણ મેદાનમાં
અરેરે આજ જીવન મરણ ના ખેલ
અરેરે આજ જીવન મરણ ના ખેલ”
મામા મારી પદમાં ને કેજો મારા છેલા રામ રામ
આ ખોળીયે થી જીવ જાતો રેશે રે માણારાજ
મામા અધૂરી રેશે એની મારી પાકી પ્રીત
આ પ્રાણ કેરા પંખી ઉડી જાશે રે માણારાજ
મામા મારી પદમાં ને કેજો મારા ઝાઝા કરીને જુહાર
અધૂરી રહી મારી પ્રીતડી રે માણારાજ
અધૂરી રહી મારી પ્રીતડી રે માણારાજ
પણ વહમાં, વાયા વાયરા
અરેરે મામા કેમ કરી આડો થઉં
કે મારી પદમાં, પદમાં જોડે હોત તો
અરેરે એના ખોળા માં દેહ છોડી દઉં
અરેરે એના ખોળા માં દેહ છોડી દઉં
આટલા હશે એના મારા જોડે રેવાના લેખ
એને કેજો રડી રડી દુખી ના થાતી માણારાજ
મારા વગર એનો જીવડો જીવતે જીવ જુરશે
બારણીયે બેસી જોશે વાટડી રે માણારાજ
મામા મન જોશે નહિ તો રોશે આહૂંડાની ધાર
ઝરૂખે બેસી જોશે વાટડી રે માણારાજ
કે આ ખોળિયે થી જીવ જાતો રેશે રે માણારાજ
પણ તારું, મારું કંઈ હાલ્યું નહિ
અરેરે મારા રામ ને ગમ્યું એ થયું
કે પણ વેરણ, વેરણ થયો દાડો આ
અરેરે આતો કાળ નું ચોઘડિયું રમી ગયું
અરેરે આતો કાળ નું ચોઘડિયું રમી ગયું
મામા અધવચ્ચે ટુટી મારા પ્રેમ ની દોર
વિખુટો પડ્યો મારો પ્રેમ રે માણારાજ
ભલે પૂરા ના થ્યા તારા મારા પ્રેમ ના લેખ
મને યાદ કરી ના રડતી રે માણારાજ
મામા મારી પદમાં ને જઈ ને તમે કેજો આટલી વાત
આવતા ભવે ફરી મળશું રે માણારાજ
પદમાં આવતા ભવે પાછા ફરી મળશું રે માણારાજ