5 લાડી લેટ લાયો મારો ભાઈ ગ્રેટ લાયો


હે આવજો મારા ભઈના લગન છે
ભાવ ભર્યું તમને દિલથી નિમંત્રણ છે
આવજો અમારા ઘરે પ્રસંગ છે
ભાવ ભર્યું તમને દિલથી નિમંત્રણ છે
મોટા કંકોત્રી મલી કે નઈ

હે આજ ગજબ રે થઈ જ્યો
ભઈ નો મેળ રે પડી જ્યો
હે આજ ગજબ રે થઈ જ્યો
ભઈ નો મેળ રે પડી જ્યો
મારો ભઈલો પરણીયો
કેને મારા ભઈ કેમની ઘંટી ઘુમાયી
વીરો મારો લેટ લાયો રે લાડી પણ ગ્રેટ લાયો રે
કે વીરો મારો લેટ લાયો રે લાડી પણ ગ્રેટ લાયો રે

હા રૂપથી રૂપાળી લાડી લાયો સંસ્કારી
વારે મારા ભઈલા શું પસંદગી તમારી
રૂપથી રૂપાળી લાડી લાયો સંસ્કારી
ઓ ડીઅર ભઈલા શું પસંદગી તમારી
અલ્યા કાંચ જેવી
કોઈ છોડી નતી ગમતી
હવે મળી મનગમતી
કોઈ છોડી નતી ગમતી હવે મળી મનગમતી
ભઈએ આલી દીધી નમતી
સરેન્ડર સરેન્ડર થઈ ગ્યાં
દરિયાનું મોતી લાયો રે
સિંહણ ચ્યોંથી ગોતી લાયો રે
હે વીરો મારો લેટ લાયો રે લાડી પણ ગ્રેટ લાયો રે

હો રાજા થઈ રખડતા ઘણો હતો જોને ઠાઠ
ગોંઠતા નતા કોઈને હવે બંધાઈ ગઈ છે ગાંઠ
હો વોંઢા મંડળના ભઈ હતા મોટા શેઠ
રાજીનોમુ લઈ લીધું ઠેકોણું પડ્યું નેઠ
હો મન ખોલી નાચે આજે ભઈલુંના ભઈબંધ
ના નાચે એને એની હાહુ ના હમ
હા મન ખોલી નાચે આજે ભઈલું ના ભઈબંધ
ના નાચે એને એની હાહુ ના હમ
પણ કેવા નાચતા હોય બાપ
એ આપો ચિરાગભઈ આપો
એ ધીબાંગ ઢોલના તાલે વીરો પરણે મોણા રાજ
એ ટેટુડાના તાલે જોંનૈયા નાચે મોણારાજ
હા આતો કેવો લાગે રાજકુંવર લાગે
લાડકડો લાડો જોયા જેવો લાગે
હે સેમાળાની છોડીયો વાતો કરે મોણારાજ
એ ચાલને દીકરા હા કાકા
હવે વેવાઈના ગામમાં બૂમ પડાવશું
હૈયે ઉમંગ છે જાજા વીરો બન્યો વરરાજા
હૈયે ઉમંગ છે જાજા વીરો બન્યો વરરાજા
આજે વગાડી ડો વાજા
હે ભલે થોડી મોડી લાયો રે વીરો મારો ઓડી લાયો રે
હા વીરો મારો લેટ લાયો રે લાડી પણ ગ્રેટ લાયો રે


Leave a Reply

Your email address will not be published.