વીરને જરી ભરેલા સાફા રે,
વીરને જોટાળી બંધુક
વીરને તલવારે ત્રણ ફુમકા રે,
વીરને રૂમાલૈ રતન
વિરના કયા ભાઈ છે બાપુ,
વિરનું કયું છે કુટુંબ
વિરના …. ..ભાઈ છે બાપુ,
વિરનું .. .. ..છે કુટુંબ
વિરને હાવજ જેવા,
વિરને હાવજ જેવા,
વિરને હાવજ જેવા ભાઈ બંધ,
મોળો હોંકારો ના થાય
વીરને જરી ભરેલા સાફા રે..
વીરનાં લગનિયા લેવાના,
રૂડા માંડવડા રોપાણા
વીરને રાજ રે રજવાડા,
જાનૈયા જાડેરા જોડાણા
વિરને હીરા જાડેલા,
વિરને હીરા જાડેલા,
વીરને હીરા જડેલો હારલો રે,
માથે મોરલીયાળી ભાત
વીરને જરી ભરેલા સાફા રે..