આભ ફાટ્યું ને પડી જોને વીજળી
આભ ફાટ્યું ને પડી જોને વીજળી
નજરે જોઈ રે તારા લગનની કંકોતરી
તારા વગર નહીં રેવાય મુજને
દલડાની વાત ના કહેવાય તુજને
રોઈ રોઈ રે મારી પાપણો બીજાણી
હો જીવનની વહમી લાગે વાટ મુજને
હમજાવું કેમનું આજ તુજને
આભ ફાટ્યું ને પડી જોને વીજળી
નજર રે જોઈ રે તારા લગનની કંકોત્રી
કાળજાના કટકા થયા હજાર રે
પ્રેમના દરિયામાં રહ્યા મજદાર રે
હોમ રુદિયાના તૂટી ગયા તાર રે
તારા વગર અમે થઈ ગયા લાચાર રે
હો પ્રાણથી વધારે છે પ્યારી તું મુજને
હૈયાથી ગયો રે હારી હું તુજને
આભ ફાટું ને પડી જોને વીજળી
હો મારા નજરે જોઈ તારા લગનની કંકોત્રી
રીત કુદરતની ના રે હમજાણી
મારા રે લેખમાં તું નથી રે લખાણી
હો તારી મારી જિંદગીની દોર બંધાણી
અધૂરી રહી મારા પ્રેમની કહાની
હો વિયોગી વાયરા વાય મુજને
મળશું હવે રે ક્યારે તુજને
આભ ફાટું ને પડી જોને વીજળી
હો મારા નજરે જોઈ તારા લગનની કંકોત્રી