વા વાયા ને વાદળ ઉમટ્યા,
ગોકુળ માં ટહુક્યા મોર,
મળવા આવો સુંદીરવર શામળિયા,
તમે મળવા તે ના’વો શા માટે,
નહિ આવો તો નંદજી ની આણ
મળવા આવો સુંદીરવર શામળિયા
તમે ગોકુળ માં ગૌ ધન ચોરંતા,
તમે છો રે, સદાના ચોર
મળવા આવો સુંદીરવર શામળિયા
તમે કાળી તે કામળી ઓઢંતા,
તમે ભરવાડ ના ભાણેજ
મળવા આવો સુંદીરવર શામળિયા
તમે વ્રજ માં તે વાંસળી વાજંતા,
તમે ગોપીઓના ચિતના ચોર,
મળવા આવો સુંદીરવર શામળિયા
મહેતા નરશી ના સ્વામી શામળિયા,
એને તેડી રમાડ્યા રાસ
મળવા આવો સુંદીરવર શામળિયા,