20 રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી

રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ

વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
પાણીડાંની મશે રે જીવણ જોવા નીસરી રે લોલ
આ પાણીડાંની મશે રે જીવણ જોવા નીસરી રે લોલ
આ રૂડી ને રંગીલી…

આ બેડાં તે મેલ્યા માન સરોવર પાળ જો
બેડાં તે મેલ્યા માન સરોવર પાળ જો
આ ઈંઢોળી વળગાડી રે આંબલિયાની ડાળયે રે લોલ
આ ઈંઢોળી વળગાડી રે આંબલિયાની ડાળયે રે લોલ
આ રૂડી ને રંગીલી…

આ ગોપી હાલ્યા વનરાતે વનની મોઝાળ જો
ગોપી હાલ્યા વનરાતે વનની મોઝાળ જો
આ કાન વર કોડીલા રે કેડો મારો રોકી ઊભા રે લોલ
આ કાન વર કોડીલા રે કેડો મારો રોકી ઊભા રે લોલ
આ રૂડી ને રંગીલી…

કેડો રે મેલો પાતળિયા ભગવાન જો
આ કેડો રે મેલો પાતળિયા ભગવાન જો
આ સાસુડી હઠીલી મારી નરદમ મેણાં બોલશે રે લોલ
આ સાસુડી હઠીલી મારી નરદમ મેણાં બોલશે રે લોલ
આ રૂડી ને રંગીલી…

આ નીરખી નીરખી થઈ છું હું તો ન્યાલ જો
આ નીરખી નીરખી થઈ છું હું તો ન્યાલ જો
આ નરસૈંયાના સ્વામી રે બેની અમને ભલે મળ્યાં રે લોલ
આ નરસૈંયાના સ્વામી રે બેની અમને ભલે મળ્યાં રે લોલ
આ રૂડી ને રંગીલી…

Leave a Reply

Your email address will not be published.