152 તાતણીયા ધરા વાળી ખોડલ માં


તાતણીયા ધરા વાળી ખોડલ માં
બાલુડા કરે પોકાર ખોડીયાર આવો માં રમવા
બાલુડા આપના પાયે પડીને
વિનવે છે વારંવાર ખોડીયાર આવો માં રમવા
પ્રગટ્યા તમે આજ રાજપરા ગામે
બેડા તાતણીયે ખોડલ ધર્યા નામ
બોલાવે માડી તારા બાળખોડીયાર આવો માં રમવા

અવગુણ સામે જોશો ના માવડી
માતા કુમાતા થાશો ના માવડી
છોરું ની ભૂલો ભૂલનાર ખોડીયાર આવો માં રમવા
ભક્તો ને કાજે માડી દેહ તમે ધરિયા
ચારણ કુળ આવી જનમ ઉજળીયા
મામૈયા ઘેર અવતાર ખોડીયાર આવો માં રમવા

ઘેરાણા વાદળા વિપત્તિના જ્યારે
જાહલ સિંઘ માં પુરાણી ત્યારે
નવઘણ ને દીધો પડકાર ખોડીયાર આવો માં રમવા
ગોહિલ કુળની વારે તમે આવતા
કાળી ચકલી રૂપે ભાલે બિરાજતા
રાજ્યનો કર્યો વિસ્તાર ખોડીયાર આવો માં રમવા

વાટલડી જોતા માં વિતે છે રાતડી
ધીરજ ખૂટી ને હવે રોવે છે આંખડી
માડી તારા પરચા ગવાય
બાલુડા કરે પોકાર ખોડીયાર આવો માં રમવા


Leave a Reply

Your email address will not be published.