કાનુડો માગ્યો દેને જશોદા મૈયા
કાનુડો માગ્યો દે
કાનુડો માગ્યો દેને જશોદા મૈયા
કાનુડો માગ્યો દે
કાનુડો માગ્યો દેને જશોદા મૈયા
કાનુડો માગ્યો દે
આજની રાત અમે રંગ ભેર રમશું
આજની રાત અમે રંગ ભેર રમશું
પરભાતે પાછો માંગી
પરભાતે પાછો માંગી લેને જશોદા મૈયા
કાનુડો માગ્યો દે
કાનુડો માગ્યો મને દેને જશોદા મૈયા
કાનુડો માગ્યો દે
કાંબી ને કડલા અણવટ વિછીયા
કાંબી ને કડલા અણવટ વિછીયા
હાર હૈયાનો માંગી
હાર હૈયાનો માંગી લેને જશોદા મૈયા
કાનુડો માગ્યો દે
કાનુડો માગ્યો દેને જશોદા મૈયા
કાનુડો માગ્યો દે
હાથી ઘોડાને માલ ખજાના
હાથી ઘોડાને માલ ખજાના
જેરે જોઈએ તે
જેરે જોઈએ તે માંગી લે ને જશોદા મૈયા
કાનુડો માગ્યો દે
કાનુડો માગ્યો દેને જશોદા મૈયા
કાનુડો માગ્યો દે