Category: 15 દેસી ભજન

  • 60 હીરો ખો મા તું હાથથી રે

    હીરો ખો મા તું હાથથી રેઆવો અવસર પાછો નહીં મળે… અવસર પાછો નહીં મળે‚માથે ત્રિવિધિના તાપ બળે‚હીરલો ખો મા તું હાથથી રે‚આવો અવસર પાછો નહી મળે રે જી મોતી પડયું મેદાનમાં‚ઓલ્યા મૂરખા મૂલ એના શું કરે રે જી‚સંત ઝવેરી આવી મળે તો સતગુરુ સાન કરેહીરલો ખો મા તું હાથથી રે… સમજણ વિનાના નર કરે છે […]

  • 59 બેદલનો સંગ ના કરીએ

    બેદલ મુખસે મીઠાં બોલે‚એની વાણીમાં વરમંડ ડોલે‚બેલીડા બેદલનો સંગ ના કરીએ… કોયલડીને કાગ દોનું બેઠાં આંબાડાળે‚રંગ બેઉનો એક જ છે‚ભાઈ ! રંગ બેઉનો એક જ છે‚પણ બોલી એક જ નાંયબેલીડા બેદલનો સંગ ના કરીએ… હંસલોને બગલો બેઉ બેઠાં સરોવર પાળે‚રંગ બેઉનો એક જ છે‚ભાઈ ! રંગ બેઉનો એક જ છે‚પણ ચારો એક જ નાંયબેલીડા બેદલનો […]

  • 58 સતગુરુ તમે મારા તારણહાર

    સતગુરુ તમે મારા તારણહાર‚હરિ ગુરુ તારણહારઆજ મારી રાંકની અરજું રે‚ખાવંદ ધણી સાંભળજો ગુરુજી કેળે રે કાંટાનો હંસલાસંગ કર્યો ગુરુજી !કાંટો કેળું ને ખાયકાંટો કેળું ને ખાયઆજ મારી રાંકની અરજું રે‚ખાવંદ ધણી સાંભળજો ગુરુજીસતગુરુ તમે મારા તારણહાર…. આડા રે ડુંગર ને વચમાંવન ઘણા ગુરુજીએ જી રે આડી કાંટા કેરી વાડઆડી કાંટા કેરી વાડઆજ મારી રાંકની અરજું […]

  • 57 ગુરુ તારો પાર ન પાયો

    ગુરુ તારો પાર ન પાયોધણી તારો પાર ન પાયોપૃથવીના માલિક તારો જી હો જી. હાં રે હાં ગવરીનો નંદ ગણેશસમરીએ જી હો જી.એ જી સમરું શારદા માતાએ વારી વારી વારી અખંડગુરુજીને ઓળખો જી હો જી. હાં રે હાં જમીં આસમાન બાવેમૂળ વિના માંડયાં જી હો જી.એ જી‚ થંભ વિણ આભ ઠેરાયોએ વારી વારી વારી અખંડગુરુજીને […]

  • 56 અમારા રે અવગુણ રે ગુરુજીના

    અમારા રે અવગુણ રે ગુરુજીના ગુણ ઘણા રેગુરુજી અમારા અવગુણ સામું મત જોયઅમારામાં અવગુણ રે…. ગુરુજી મારો દીવો રે‚ ગુરુજી મારો દેવતા રેગુરુજી ! મારા પારસમણીને રે તોલઅમારામાં અવગુણ રે…. ગુરુજી મારા ગંગા રે‚ ગુરુજી મારા ગોમતી રેગુરુજી અમારા કાશી અને છે કેદારઅમારામાં અવગુણ રે…. ગુરુ મારા ત્રાપા રે‚ ગુરુજી મારા તુંબડાં રેઈ તુંબડીએ અમે […]

  • 55 ગરવ કિયો સોઈ નર હાર્યો

    ગરવ કિયો સોઈ નર હાર્યો‚સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે… ગરવ કિયો એક રત્નાકર સાગરે‚રત્નાકર સાગરેનીર એનો ખારો કરી ડાર્યો..સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે ગરવ કિયો એક વનની ચણોઠડીએ‚વનની ચણોઠડીએમુખ એનો કારો કરી ડાર્યોસિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે ગરવ કિયો જબ ચકવાને ચકવીએ‚ચકવાને ચકવીએરૈન વિયોગ કરી ડાર્યોસિયારામજી […]

  • 54 સતગુરુ વચનના થાવ અધિકારી

    સતગુરુ વચનના થાવ અધિકારી‚ પાનબાઈ મેલી દેજો અંતરનું માન રે‚આળસ મેલીને તમે આવો રે મેદાનમાં નેસમજી લેજો સત ગુરુની સાન…સતગુરુ વચનના થાવ અધિકારી‚ પાનબાઈ અંતર ભાંગ્યા વિના‚ ઉભરો નહીં આવે પાનબાઈપછી તો હરિ દેખાય સાક્ષાત‚સતસંગ રસ એ તો અગમ અપાર છે‚તે તો પીવે કોઈ પીવનહારસતગુરુ વચનના થાવ અધિકારી‚ પાનબાઈ ધડ રે ઉપર જેને શિશ નવ […]

  • 53 અધૂરિયા સે નો હોય દલડાંની

    અધૂરિયા સે નો હોય દલડાંની વાતું‚મારી બાયું રે…અધૂરિયા સે નો હોય દલડાંની વાતું‚મારી બાયું રે… નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…એવા ખાડા રે ખાબોચિયાં કેરી દેડકી રે‚ઈ શું જાણે સમંદરિયાની લ્હેરૂં‚મારી બાયું રે… નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…કૂવાની છાંયા રે કૂવામાં જ વિસમે રે‚વળતી ઢળતી કોઈને ન આવે એની છાંય‚મારી […]

  • 52 સમરૂં તો સુધરે મનખા મેરા

    સમરૂં તો સુધરે મનખા મેરા‚સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી…અલ્લા હો નબીજી રે‚ અલ્લા હો નબીજી રે‚કાચી રે માટીકા પૂતલા બનાયા‚તૂં હી રે‚ નબીજી…રંગ તો લગાયા ઘેરા ઘેરારંગ તો લગાયા ઘેરા ઘેરા રે નબીજી હોઅલ્લા હો નબીજીસમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી રામ ને રહેમાન તમે એક કરી માનો દાતાતૂં હી રે‚ નબીજી…મિટ […]

  • 51 રૂખડબાવા તું હળવો હળવો હાલ જો

    રૂખડબાવા તું હળવો હળવો હાલ જોગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો જેમ ઝળૂંબે કંઈ ધરતી માથે આભ જોગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો જેમ ઝળૂંબે કંઈ કૂવાને માથે કોસ જોગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો જેમ ઝળૂંબે કંઈ મોરલી માથે નાગ જોગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો જેમ ઝળૂંબે કંઈ બેટાને માથે બાપ જોગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો રૂખડબાવા […]