-
72 કુમ કુમ ના પગલા પડ્યા
કુમ કુમ ના પગલા પડ્યામાડી ના હેત જડયાજોવા લોકો ટોળે વળ્યા રે …હેમાડી તારા આવવા ના એંધાણ થયા હે માં તુ તેજનો અંબારમાં તુ ગુણ નો ભંડારમાં તુ દર્શન દેશે તો થાશેપાવન પગથાર .…(૨)સુરજ ના તેજ તપ્યાચંદ્ર કિરણ હૈયે વસ્યાતારલીયા ટમટમ્યા રે….હેમાડી તારા આવવા ના એંધાણ થયાકુમ કુમ ના પગલા પડ્યામાડી ના હેત જડયા
-
71 શુ બેઠી માં પગ ઉપર પગ ચઢાવી
શુ બેઠી માં પગ ઉપર પગ ચઢાવીબોલતી નથી ચાલતી નથી કેમ રિસાણીમારી માત ભવાની રમવા આવો ને મોરી માતશુ બેઠી માં પગ ઉપર પગ ચઢાવી શુ અપરાધ થયો છે અમારોમાડી આશરો એક છે તમારોનમુ ચરણે પડી માંગુ ઘડીએ ઘડીકષ્ટ કાપો આરાસુર ધામ વાળીશુ બેઠી માં પગ ઉપર પગ ચઢાવી અંબા આવી ને અમને રમાડોભકતો બોલાવે […]
-
70 માંને પહેલુ તે નોરતુ પડવે થી
માં ને પહેલુ તે નોરતુ પડવે થીમારી સૈયરૂ રેમાં ને પહેલો થયો ઉપવાસહાલો જોવા જઈએ રે માં ને બીજુ તે નોરતુ બીજ નુંમારી સૈયરૂ રેમાં ને બીજો થયો ઉપવાસહાલો જોવા જઈએ રે માં ને ત્રીજુ તે નોરતુ ત્રીજ નુંમારી સૈયરૂ રેમાં ને ત્રીજો થયો ઉપવાસહાલો જોવા જઈએ રે માં ને ચોથુ તે નોરતુ ચોથનુંમારી સૈયરૂ […]
-
69 માં શેરી વળાવી સજ કરૂ
માં શેરી વળાવી સજ કરૂ ઘેર આવો નેઆંગણીયે ફુલડા વેરાવુ અંબા ઘેર આવોનેમાં શેરી વળાવી સજ કરૂં માં મોતી ના ચોક પુરાવુ અંબા ઘેર આવો નેમાં કંકુ ના સાથિયા પુરાવુ અંબા ઘેર આવોનેમાં શેરી વળાવી સજ કરૂં માં ટોડલે તોરણ બંધાવુ અંબા ઘેર આવો નેમાં ઘી ના દિપ પ્રગટાવુ અંબા ઘર આવો નેમાં શેરી વળાવી […]
-
68 કુંભ ઘડુલો ભરી લાવે
કુંભ ઘડુલો ભરી લાવે મારો સાયબોશંકર જલ થી નાહ્યહે મારો ભોળિયો જલ થી નાહ્ય…હાલો મારી સૈયરો હાલો મારી બેનડીયોગણેશ વધાવા જઈએ હે ઉમિયાજી ના વાલો અંગેથી ઉતર્યાગૌરી નંદ ગણેશ હોહાલો મારી સૈયરો હાલો મારી બેનડીયોગણેશ વધાવા જઈએ હે રીધ્ધી સીધ્ધી ના દાતા છો સ્વામીપલમાં ભાંગો ભીડ હોહાલો મારી સૈયરો હાલો મારી બેનડીયોગણેશ વધાવા જઈએ હે […]
-
67 ગણેશ દેવા કરૂ તારી સેવા
ગણેશ દેવા કરૂ તારી સેવા હોખોલો મારા રૂદિયા ના તાળા મારા દેવાહો ગણેશ દેવા પહેલી કંકોત્રી આરાસુર મોકલો હોઅંબેમાં ને તેડાવો મારા દેવાહો ગણેશ દેવા બીજી કંકોત્રી ચોટીલા મોકલો હોચામુંડ માં ને તેડાવો મારા દેવાહો ગણેશ દેવા ત્રીજી કંકોત્રી પાવાગઢ મોકલો હોમહાકાળી માં ને તેડાવો મારા દેવાહો ગણેશ દેવા ચોથી કંકોત્રી રાજપરા મોકલો હોખોડિયાર માં […]
-
66 પરથમ સમરુ સરસ્વતી ને ગુણપત
પરથમ સમરૂ સરસ્વતિને ગુણપત લાગુ પાયહે રમવા નિસર્યા માંહે અલબેલી સૌ જોગણીને ગરબે ઘુમવા જાયકે રમવા નિસર્યા માં લીલા તે ગજનો કંચોને કસબે ભૌં તાસહે રમવા નિસર્યા માંહે સારુ સુંદર ઓઢણીને સરસ બની છે ચાલકે રમવા નિસર્યા માંપરથમ સમરૂ કાને તે કુંડળ જળહળેને તેજ તણો નહિ પારહે રમવા નિસર્યા માંહું લોલક ઝળકે હેમનાને હીરા જડિત […]
-
65 સાચી રે મારી સત્ય રે ભવાની
સાચી રે મારી સત્ય રે ભવાનીમાંઅંબા ભવાની માંહું તો તારી સેવા કરીશ મૈયાલાલનવ નવ રાતના નોરતા કરીશમાં,પૂજાઓ કરીશ માં,ગરબો વિરાટ નો ઝીલીશ મૈયાલાલ,સાચી રે મારી સત્ય રે… જ્યોતિ માં એક તારી છે જ્યોતિતારા સત નું ચમકે રે મોતીશ્રદ્ધા વાળા ને તારુ મોતી મળે રે માં,માડી રે …તારી ભક્તિ ભવાની માં રાણી ભવાની માંહું તો તારા […]
-
64 પીળી મહુડી લાવીયા ને કઈ
પીળી મહુડી લાવીયા ને કઈબાંધ્યો પાવાગઢ રે માં,કાંગરે, કાંગરે દીવા બળેત્યાં દીઠો કાળો નાગ રે માં,નાગને પાછો વાળ રે માં,તને છતર ચઢાવું જોડા જોડ રે માં પીળી મહુડી લાવીયા ને કઈબાંધ્યો પાવાગઢ રે માં,કાંગરે, કાંગરે દીવા બળેત્યાં દીઠો વાઘ દીપડો રે માં,તારા વાઘને પાછોવાળ રે માં,તને શ્રીફળ ચઢાવું જોડાજોડ રે માં
-
63 પાવલી લઈને હું તો પાવાગઢ
પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ’તીપાવાગઢવાળી મને દર્શન દે, દર્શન દે,નહિ તો મારી પાવલી પાછી દે. પાવલી લઈને હું તો ચોટીલા ગઈ’તીચોટીલાવાળી મને દર્શન દે, દર્શન દે,નહિ તો મારી પાવલી પાછીદે. પાવલી લઈને હું તો રાજપરા ગઈ’તીરાજપરાવાળી મને દર્શન દે, દર્શન દે,નહિ તો મારી પાવલી પાછી દે. પાવલી લઈને હું તો દડવા ગઈતીદડવાવાળી મને દર્શન […]