Category: 27 લોકગીત

  • 29 ઉભી ઉભી ઉગમણે દરબાર રે

    ઉભી ઉભી ઉગમણે દરબાર રે,કાગળિયા આવ્યા રાજનાં રે લોલ…ઉભી ઉભી…(1) ઉઠો દાસી,દિવડીયા પ્રગટાવો રે,અમારે જાવું ચાકરી રે લોલ….ઉભી ઉભી…(2) વણી રે વણી,અધમણ રૂની દિવેટ રે,સવામણ તેલે સિચીયું રે લોલ…ઉભી ઉભી…(3) બાળ્યા બાળ્યા નવનવ ઘાણીયુંનાં તેલ રે,તો યે ના કાગળ ઉકલ્યા રે લોલ….ઉભી ઉભી…(4) એની કોરે મોરે લખિયેલ સોસો સલામ રે,વચમાં તો વેરણ ચાકરી રે લોલ…ઉભી […]

  • 28 કચ્છમાં અંજાર મોટા શેર હો

    કચ્છમાં અંજાર મોટા શેર હો જી રેજ્યાં જેસલ ના હોય રંગ મોલ રાજ હો રાજહળવે હાંકો ને સંચીર ઘોડલા હોજી રે જેસલ ને ઉતારા ઓરડા હો જી રેસતી તોરાંને મેડીના મોલ રાજ હો રાજહળવે હાંકો ને સંચીર ઘોડલા હોજી રે જેસલને નાવણ કુંડિયું હો જી રેસતી તોરાં ને જમુનાના નીર હો રાજહળવે હાંકો ને સંચીર […]

  • 27 હું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી

    એ હું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રેહું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રેહે મને પુછે આ નગરના લોક આતોહે આતો કોનું લીધેલ છે આ લેરિયું રેહું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે… હે મારા સસરાજીનું લીધેલ લેરિયું રેમારા સસરાજીનું લીધેલ લેરિયું રેહે મારી સાસુની પાડેલ ભાત આતોહા આતો એમનું લીધેલ છે […]

  • 26 કાન તારી મોરલીએ મોહીને ગરબો

    કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધોકાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો કે એવા સરવણ સાંઝની રે માઝમ રાતનીજી રે મોરલી ક્યારે વાગીજી રે વિજોગણ ક્યારે વાગીહે કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધોકાન તારી મોરલીએ મોહીને રોતા બાળ મેલ્યા કે એવા સરવણ સાંઝની રે માઝમ રાતનીજી રે મોરલી ક્યારે વાગીજી રે વિજોગણ ક્યારે […]

  • 25 લટકે હાલોને નંદલાલ

    લટકે હાલોને નંદલાલકે તારા લટકાનાં નથી મૂલ,હો જી કે તારા લટકાનાં નથી મૂલ,કે લટકે હાલોને,એ લટકે હાલોને… ઉજળા રંધાવું ગોરી ચોખલાને,એમાં પીરસાવું હું ઘી,હો જી રે ગોરી એમાં પીરસાવું હું ઘી,કે લટકે હાલોને,એ લટકે હાલોને… આંગણ વવડાવું રૂડો આંબલોનેટોડલે નાગરવેલ,હો જી રે ગોરી ટોડલે નાગરવેલ,કે લટકે હાલોને એ લટકે હાલોને… દૂધે વરસાવું રૂડા મેહુલાનેઆંગણે રેલમ […]

  • 24 ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયર

    ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયરઈંઘણા વિણવા ગઈ તી રેહો હો હો ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયરઈંઘણા વિણવા ગઈ તી રે વેળા બપોર ની થઈ તી મોરી સૈયરવેળા બપોર ની થઈ તી રે લોલઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયરઈંઘણા વિણવા ગઈ તી રેહો હો હો ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયરઈંઘણા વિણવા ગઈ તી […]

  • 23 આભમાં ઝીણી ઝબૂકે વીજળી

    આભમાં ઝીણી ઝબૂકે વીજળી રેકે ઝીણા ઝરમર વરસે મેઘગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે,કે ભીંજાય હાથીનો બેસતલ સૂબોગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રેઆભમાં ઝીણી…. ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રેકે ભીંજાય મેડીની બેસતલ રાણીગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રેઆભમાં ઝીણી…. ભીંજાય બારી ને ભીંજાય બંગલા રેકે […]

  • 22 હારે ઘડુલીયો ચઢાવ રેગિરધારી

    હા હા રે ઘડુલીયો ચઢાવ રે ગિરધારી…ઘરે વાટ્યું જુએ છે માં મોરી રે,બેડલું ચઢાવ રે ગિરધારી… તારા માથાનો અંબોડો રે ગિરધારી…જાણે છૂટ્યો તેજીનો ઘોડો રે,બેડલું ચઢાવ રે ગિરધારી… તારી આંખોનો ઉલાળો રે ગિરધારી…જાણે દરિયાનો હિલોળો રે,બેડલું ચઢાવ રે ગિરધારી.. તારી નાકડિયાની દાંડી રે ગિરધારી…જાણે દીવડીએ શગ માંડી રે,બેડલું ચઢાવ રે ગિરધારી… તારા હાથની કલાયું રેગિરધારી…જાણે […]

  • 21 રંગ રસિયા ક્યાં રમી આવ્યા

    રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જોઆંખલડી રાતી રે ઉજાગરો ક્યા રે કીધો આજ અમે ગ્યાતાં સોનીડાને હાટ જોઆ ઝાલઝૂમણા રે મૂલવતા વ્હાણલાં વાહી ગયાં હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જોઆંખલડી રાતી રે ઉજાગરો ક્યા રે કીધો હે આજ અમે ગ્યાતાં મણિયારાને હાટ જોઆ ચૂડલીયુ રે મૂલવતા વ્હાણલાં વાહી ગયાં હો રંગ રસિયા […]

  • 20 સૈયર મોરી રે ચાંદાને પછવાડે

    સૈયર મોરી રે ચાંદાને પછવાડેસૂરજ કે દી ઉગસે રે લોલસૈયર મોરી રે… ચાંદાને પછવાડેસૂરજ કે દી ઉગસે રે લોલ હે..આવશે સાતમને સોમવારે,આઠમની મધરાતે રે લોલહે..આવશે સાતમને સોમવારે,આઠમની મધરાતે રે લોલસૈયર મોરી રે… ચાંદાને પછવાડે… સૈયર મોરી રે… ઉતારા કરનારોજાદવરાય ક્યારે આવે રે લોલસૈયર મોરી રે… ઉતારા કરનારોજાદવરાય ક્યારે આવે રે લોલ હે..આવશે સાતમને સોમવારે,આઠમની મધરાતે […]