Category: 27 લોકગીત

  • 40 મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે

    મારે ટોડલે બેઠો, મોર ક્યાં બોલે,મારાં હૈડા હારો હાર,મારાં દલડાં લેરા લેર,જનાવર જીવતાં ઝાલ્યાં રે,મોર ક્યાં બોલે…મારે ટોડલે મારે કમખે બેઠો રે,મોર ક્યાં બોલે,મારી ચુંદડી લેરા લેર,જનાવર જીવતાં ઝાલ્યાં રે,મોર ક્યાં બોલે….મારે ટોડલે મારે કડલે બેઠો રે,મોર ક્યાં બોલે,મારી કાંબીયું લેરા લેર,જનાવર જીવતાં ઝાલ્યાં રે,મોર ક્યાં બોલે….મારે ટોડલે

  • 39 સજન મારી પ્રિતડી સદીઓ પુરાણી

    સજન મારી પ્રિતડી સદીઓ પુરાણી,ભુલીના ભુલાશે પ્રણય કહાણી,સજન મારી પ્રીતડી તમે મારા મનનાં મોહન જગથી દુલારા,એક રે આ તનને જુદા રચાણાં કિનારા,સુખમાં તમારા મારી સીમા રે સમાણી,સજન મારી પ્રિતડી સુહાગણ રહીને મરવું જીવવું તો સંગમાં,પલપલ ભીજાવું તમને પ્રિતડીનાં રંગમાં,સજન મારી પ્રિતડી જીગરને અમીની આ તો રજની સુહાગી,મળી રે જાણે સારસની જોડલી સુભાગી,છાયા રૂપે નયનને પિંજરે […]

  • 37 પ્રીતુ રે કરીને અમે ઘણું પછતાણા

    નથી હરખાણાં અમે ખુબ પછતાણાં,પ્રીતુ રે કરીને અમે ઘણું પછતાણા તમ મન સોંપ્યા વ્હાલા તમારા ચરણમાં,નિરાધાર થઇને અમે મનડે મુંઝાણાપ્રિતુંરે કરીને વેવારું વસીલો જાણી નેડલો મેં બાંધ્યો,જેટલું ગુમાવ્યું એટલું નથી અમે કમાણાંપ્રિતું રે કરીને પાનેતર પહેરી વ્હાલા તારાથી પોખાણા,વાટડીયું જોઇને મારા હૈડા વિંધાણાપ્રિતું રે કરીને 38 ગાયુના ગોવાળિયા જટ ગાયુ લઇનેગાયુના ગોવાળિયા જટ ગાયુ લઇને […]

  • 36 પારસ પીપળા નાં પાદર માં

    હે પારસ પીપળા નાં પાદર માંહે વાગ્યા ઢોલીડાના ઢોલ રેવાગ્યા ઢોલીડાના ઢોલઅરે અરે રે ઢોલ તો મારાઅરે અરે રે ઢોલ તો મારાઅરર ઢોલ તો મારા કાળજે કોરાઈ ગયાઢોલી તારા ઢોલઢોલ તો મારા ચિતડે ચોરાઈ ગયા હે પારસ પીપળા નાં પાદર માંહે વાગ્યા ઢોલીડાના ઢોલ રેવાગ્યા ઢોલીડાના ઢોલઅરર અરર ઢોલ તો મારાઢોલીડાના ઢોલ તો મારાઅરર અરર […]

  • 35 પૂનમની પ્યારી પ્યારી રાત

    પૂનમની પ્યારી પ્યારી રાતમારી પ્રીતમ સાથે છે મુલાકાત,આજ તું ના જાતી… ચમકે છે નભમાં જેટલાં તારા,હો સપનાં તે એટલાં મનમાંઆજની આ પૂનમ છે જેવી રૂપાળી,એવું જ રૂપ મારા તનમાંજોજે થાયે ના આજે પ્રભાત,મારી પ્રીતમ સાથે છે મુલાકાતઆજ તું ના જાતી… જાગી છે પ્રીત મારી જન્મો જનમની,રમશું રે રાતભર રંગમાંજાવ જાવ સખીઓ થાશે રે મોડું,સાજન છે […]

  • 34 મારી સગી નણંદના વીરા રૂમાલ

    મારી સગી નણંદના વીરા, રૂમાલ માર્ચ લેતાજજો,રૂમાલ મારો લેતા જાજો, કે દલ દેતા જજો,મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો. લીલી ઘોડીના અસવાર રે, રૂમાલ મારો લેતા જજો.એ લેતા જજો, કે દલ તમારું દેતા જજો,મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો. ઓલ્યા વાણિયાના હાટનો લીલો રૂમાલ જજો.મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા […]

  • 33 હું તો કાગળિયાં લખી લખી થાકી

    હું તો કાગળિયાં લખી લખી થાકીકાનુડા તારા મનમાં નથી… આવા શિયાળાના ચારચાર મહિના આવ્યા,મારા કાળજડાં ઠરી ઠરી જાય રેપાતળીયા તારા મનમાં નથીહું તો કાગળિયાં લખી લખી થાકીકાનુડા તારા મનમાં નથી… આવા ઉનાળાના ચારચાર મહિના આવ્યામારા પાવનિયાં બળી બળી જાય રેછોગાળા તારા મનમાં નથીહું તો કાગળિયાં લખી લખી થાકીકાનુડા તારા મનમાં નથી… આવા ચોમાસાનાં ચારચાર મહિના […]

  • 32 મને ના આવે રામજી વિના નિંદ

    હે ના આવે મને ના આવેમારા રામજી વિના નિંદમને ના આવે નિંદરડીકૌસલીયા માડી હાલરડાં ગાતા ગાતા  એ દાડાની મુને યાદ આવેમારા રામજી વિનાનીહે મને ના આવે નિંદરડી… રામના બાણ વાગ્યા મુનેહરિના બાણ વાગ્યામારી બાયું બેનડીયું મનેરામના બાણ વાગ્યાહરિના બાણ વાગ્યા… હે નથણી ઉપર ટીલડી મારીટીલડી લેરે જાયમારી ટીલડી લેરે જાયમારી બાયું બેનડીયું મનેરામના બાણ વાગ્યારામના બાણ […]

  • 31 મોરલી તો  ચાલી રંગ રૂસણે રે

    મોરલી તો  ચાલી રંગ રૂસણે રેકોણ મનાવા  જાય રંગ મોરલી…૨મોરલી તો  ચાલી રંગ રૂસણે રે સસરો મનાવા જાય રંગ મોરલીસસરાંની વારી હુંતો  નહીં રે વળું રે,હા.. હા.. હોવે હું તો મારે મહિયરજઈશ રંગ મોરલી મોરલી તો ચાલી રંગ રૂસણે રે જેઠ મનાવા જાય રંગ મોરલીજેઠજીની વારી હુંતો  નહીં રે વળું રે, હા.. હા.. હોવે હુંતો મારે મહિયરજઈશ રંગ મોરલી મોરલી તો ચાલી રંગ […]

  • 30 ઊંચી રે ચડું ને નીચે ઊતરું

    ઊંચી રે ચડું ને નીચે ઊતરું રે ઘોળી જાઉં‚જોઉં રે મણિયારા તારી વાટમણિયારો રે જિયો ગોરલ જો સાયબા રે‚ભૂંભળિયા નેણાં રો રે મણિયાર આજ રે જોધાણા ગઢને મારગે રે ઘોળી જાઉં‚ઝીણી રે ઊડે છે રે ગુલાલમણિયારડો રે જિયો ગોરલજો સાયબો મોરો‚વાંકલડી મૂંછારો રે મણિયાર તારા રે દેશમાં આંબા આંબલી રે ઘોળી જાઉં‚મારા રે દેશમાં રે […]