-
35 વીણવો હોય તો રસ
વીણવો હોય તો રસ વીણી લેજો પાનબાઈ!હવે આવ્યો બરાબર વખત;ઊભાં રે થાવ પાનબાઈ! શૂરવીરપણું રાખો,હવે લાંબો નથી કાંઈ પંથવીણવો હોય તો રસ આ રસ-પાત્ર અગમ અપાર છે પાનબાઈ,કોઈને કહ્યો નવ જાય;એ રસ હું તમને બતાવું પાનબાઈ!મારી પૂરણ થઈ છે દયાયવીણવો હોય તો રસ આ અજર રસ કોઈથી જરે નહિ પાનબાઈ!અધૂરાને આપ્યે ઢોળાઈ જાય,પીઓને પિયાલો પ્રેમ […]
-
34 યોગી થવું હોય તો
યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો,ને આદરો તમે અભ્યાસ રે,હરિ ભાવના હોય તો હિંમત રાખો,ને જેનો પરિપૂર્ણ સરવમાં વાસ રેયોગી થવું હોય તો રજોગુણી આહાર ન કરવો,ને સ્વપ્ને ન કરવી આશ રે,સત્વગુણી આહાર કાયમ કરવો જેથી,થાય બેઉ ગુણોનો નાશ રેયોગી થવું હોય તો સત્વગુણમાં ભેદ છે મોટો,ને એક શુદ્ધ બીજો મલિન કે’વાયમલિન ગુણોનો ત્યાગ કરવો,ને […]
-
33 લાભ જ લેવો હોય તો
લાભ જ લેવો હોય તો બેસો એકાંતમાંને મૂકીને બતાવો અપાન રે,એ કૂંચીથી બ્રહ્મનાં તાળાં ઉઘડેને લાગે રે ભજનમાં એક તાર રેલાભ જ લેવો હોય તો પ્રથમ મુખ્ય ધારણ રાખો નેદશાને રાખો ગંભીર રે,નિયમ બારુ નહીં બોલવું નહીં નેધારણા રે રાખવી ધીર રેલાભ જ લેવો હોય તો આહાર તો સર્વે સદગુણી કરવોને રૂડી રે પાળવી રીત […]
-
32 વચન સુણીને બેઠાં એકાંતમાં
વચન સુણીને બેઠાં એકાંતમાં,ને સુરતા લગાવી ત્રાટક માંય રે;સંકલ્પ વિકલ્પ સર્વે છુટી ગયા,ને ચિત્ત લાગ્યું વચનુંની માંય રેવચન સુણીને બેઠાં ખાનપાનની ક્રિયા શુદ્ધ પાળે,ને જમાવી આસન એકાંત માંય,જાતિ અભિમાનનો ભેદ મટી ગયો,ને વરતે છે એવાં વ્રતમાન રેવચન સુણીને બેઠાં ચંદ્ર સૂરજની નાડી જે કહીએ,ને તેનું પાળે છે વ્રતમાન રે,ચિત્તમાં માત્ર જે વચન મૂકે,વચન સુણીને બેઠાં […]
-
31 મન વૃત્તિ જેની સદાય નીર્મળ
મન વૃત્તિ જેની સદાય નીર્મળપડે નહીં ભવસાગર માંહ્ય રે,સદગુરૂના ચરણમાં ચિત્ત મળી ગયુંલાગે નહીં માયા કેરી છાંય રેમન વૃત્તિ જેની સદાય પિતૃ, ગ્રહ, દેવતા કોઈ નડે નહીંજેનું બંધાણું વચનમાં ચિત્ત રેઆવરણ એને એકે નહીં આવેવિપરિત નથી જેનું મન રેમન વૃત્તિ જેની સદાય અંતર કેરી આપદા સર્વે મટી ગઈજેને સદગુરુ થયા મહેરબાન રેમન કર્મ થકી જેણે વચન પાળ્યુંમેલી […]
-
30 મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલે
મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલેવર્તે ઈ સંસાર વહેવાર માંહ્ય રેભીતર જગાડ્યા જેણે માંહ્યલાને માણ્યો એણેમાયા કરે નહીં કાંઈ રેમનડાને સ્થિર કરે અભ્યાસ આદર્યો ને ભ્રમણાઓ ભાંગીઆનંદ ઉપજ્યો અપાર રેઆઠેય પહોર એ તો મસ્ત થઈને રહેસાધી સાહેબ સાથે તાર રેમનડાને સ્થિર કરે સત વસ્તુમાં જેનું ચિતડું બળી ગયું નેચારે વાણીથી એ પાર જીસપનાનો મોહ આવા […]
-
29 માણવો હોય તો રસ
માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ!હવે આવી ચૂક્યો પિયાલો,કે’વું હતું તે કહી દીધું પાનબાઈ!હવે રે’ણી પાળવા હેતથી હાલોમાણવો હોય તો રસ રે’ણી થકી જોને રામ રીઝે પાનબાઈ!રે’ણી થકી રોમરોમ ભીંજાય,રે’ણી થકી રસ શરીરમાં પરવરે,રે’ણી થકી ઉગાવો જોને થાયમાણવો હોય તો રસ રે’ણી થકી ગુરુજી સાનમાં સમજાવે,રે’ણી થકી અમર જોને થવાય,રે’ણી થકી અદ્ધર ઉતારા પાનબાઈ!રે’ણી […]
-
28 પરિપૂર્ણ સતસંગ
પરિપૂર્ણ સતસંગ હવે તમને કરાવું,ને આપું જોને નિર્મળ જ્ઞાન રે,જનમવા મરવાનું તમારું મટાડીનેધરાવું અવિનાશીનું ધ્યાન રેપરિપૂર્ણ સતસંગ નામરૂપને મિથ્યા જાણો નેમેલી દેજો મનની તાણાવાણ રે,આવો બેસો એકાંતમાં ને તમને,પદ આપું નિર્વાણ રેપરિપૂર્ણ સતસંગ સદા રહો સતસંગમાં નેકરો અગમની ઓળખાણ રે,નુરત સુરતથી નિજ નામ પકડીનેજેથી થાય હરિની જાણ રેપરિપૂર્ણ સતસંગ મેલ ટળે ને વાસના ગળે,ન કરો […]
-
27 પી લેવો હોય તો રસ પી લેજો
પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈપિયાલો આવ્યો ભક્તો કાળનોવખત વીતી ગયા પછી પસ્તાવો થાશે નેઅચાનક ખાશે તમને કાળ રેપી લેવો હોય તો રસ જાણવી રે હોય તો વસ્તુ જાણી લેજો પાનબાઈનહિંતર જમીનમાં વસ્તુ જાશે રે,નખશીખ ગુરુજીને હૃદયમાં ભરીએ રેઠાલવવાનું ઠેકાણું કહેવાશે રેપી લેવો હોય તો રસ આપ રે મૂવા વિના અંત નહીં આવે […]
-
26 ધ્યાન ધારણા કાયમ રાખવી
ધ્યાન ધારણા કાયમ રાખવી,ને કાયમ કરવો અભ્યાસ રે,ભાળી ગયા પછી તરપત ન થાવું,વિશેષ રાખવો ઉલ્લાસ રેધ્યાન ધારણા કાયમ ગુરુના વચનમાં સાંગોપાંગ ઊતરવું;ને કાયમ કરવું ભજન રે,આળસ કરીને સુઈ ન રહેવું,ને ભલે કબજે કર્યું પોતાનું મન રેધ્યાન ધારણા કાયમ આઠે પહોર રે’વું આનંદમાં,જેથી વધુ વધુ જાગે પ્રેમ રે;હંમેશા અભ્યાસ મૂકવો નહિ,ને છોડી દેવું નહિ નીમ રેધ્યાન […]
