કોઈ ગોતી દેજો રે, કોઈ ગોતી દેજો રે;
મ્હારા કા’ન કુંવરિયાની ઝૂલડી,
મ્હારા શ્યામ સુંદરિયાની ઝૂલડી.
સાવ રે સોના કેરી ઝૂલડી,
માંહી રૂપા કેરા ધાગા;
અવર લોકને ઓપે નહિ,
મ્હારા કા’નકુંવરજીના વાધા રે
શેરીએ શેરીએ સાદ પડાવું ને
ધર ધર હાલુ છું જોતી;
એ રે ઝૂલડીમા કાંઈ નથી બીજું,
એને છેડે કળાયલ મોતી રે
માતા જ્શોદાજી મહી વલોવે
ને કા’નો વળગ્યો કોટે,
એ રે ઝૂલડીને કારણિયે,
મ્હારો લાડકવાયો લોટે રે,