સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો
આંબાની ડાળ,
રૂપાનાં કડલાં ચાર,
વા’લો મારો હીંચે હિંડોળે….
આંબાની ડાળ
બાંયે બાજુબંધ બેરખા રે
આંબાની ડાળ
કિનખાબી સુરવાલ,
વા’લો મારો હીંચે હિંડોળે….
આંબાની ડાળ
ચડવા તે ઘોડલા હંસલા રે,
આંબાની ડાળ
પિતળીયા પલાણ,
વા’લો મારો હીંચે હિંડોળે….
આંબાની ડાળ
પગે રાઠોડી મોજડી રે,
આંબાની ડાળ
ચાલે ચટકતી ચાલ,
વા’લો મારો હીંચે હિંડોળે….
આંબાની ડાળ
માથે મેવાડી મોળિયાં,
આંબાની ડાળ
દશે આંગળીએ વેઢ,
વા’લો મારો હીંચે હિંડોળે….
આંબાની ડાળ