65 હાલી હાલીને મારા પાવલિયા


હાલી હાલીને મારા પાવલિયા તરવાણા જો
તોયે રે ના આવ્યો તારો દેશ રે
વણઝારા વાલમ છેતરીને લાવ્યો જો

આઘેરાં હાલો તો તમને
ચુંદડિયું લઈ આલું જો
તારી ચુંદડિયુંની ઓઢનારી હું નૈ રે
વણઝારા વાલમ છેતરીને લાવ્યો જો

આઘેરાં હાલો તો તમને
કડલાં લઈ આલું જો
તારાં કડલાંની પે’રનારી હું નૈ રે
વણઝારા વાલમ છેતરીને લાવ્યો જો

આઘેરાં હાલો તો તમને
હારલો લઈ આલું જો
તારા હારલાની પે’રનારી હું નૈ રે
વણઝારા વાલમ છેતરીને લાવ્યો જો


Leave a Reply

Your email address will not be published.