હેએ પિયુ મોનો મારૂં
હેએ પિયુ મોનો મારૂં કવશુ લઈ લો જુવારૂ
જેઠાણી કજીયા કરે ગોમ જોવે લાગેસે ના હારું
હેએ મોભાદાર ખોરડું મારું હેડે છેકથી મજીયારૂ
સુરેસે બાપાની આબરૂ લેવા બેહુજો જુવારું
હોઓ તમાંરેસે નોકરી તોકણ મકાન લઇલો
નથી તેવું ઓય મને સિટીમ લઇજો
હેંએ સેરમ મોઘું ભાડું ચમનું પૂરું પાડવું
સોળીને રોજના ઝગડા રાગે પડી રોતો રે હારું
જેઠણી કજીયા કરે ગોમ જોવે ના લાગેસે હારૂ
હોઓ સડહુલી જેઠોણી મારો બવુકરે સડાહરે
હોમુ બોલૂ જગડી ઉભો કરે આખો વાહરે
હોઓ નાબોલીયે હોમુ થાય એટલું કોમ કરીએ
બોલ્યા કરે ભાભી ના આપડે રે હોભણીયે
હોઓ એવું બોલેસેકે ના મન સહન થાય
મન બોલેતો હારૂ મારા પિયર હુધી જાય
હેએ મેલો ખોટી રાડુ મને આલોને વારૂ (૨)
નોન સો તમે વવું વારૂ થોડુ હમજો તોરે હારૂ
હેએ જેઠણી કજીયા કરે ગોમ જોવે ના લાગેસે હારૂ
હોઓ તમેના હોભણોસો મારૂં હોભણે ના કોઈ ઘરમાં
શું રેશે આબરૂ જોવાત કરૂં હુ પિયરમાં
હોઓ ઘરની વાતુ ઘરમાં રાખો ના કેવાય હંગામા
કાલ હશો તમે ભેણા ખોટું વખ વેણાય હંગામા
હોઓ હારા ઘરનસ એટલે કોય નથી કેતા
મને બોલ્યા કરો તમને એમને નથી કેતા
હોઓ હમજુસુ દુઃખ તારૂં ભાભીન ઠપકો આલું
કજીયા નું મોઢું રે કાણુ
રાગે પડી રોતો રે હારૂં
જેઠોણી મોનસેના તમારૂં
કરો નોખું ને રેવાનુ
હેએ મોનીજો મનની મોનેલ થાશે કવુ બધું રે હારૂં