રાસ રમતા રે, તમે બહુ રૂપાળા લાગો છો
રાસ રમતા રે, તમે બહુ રૂપાળા લાગો છો
રૂપાળા લાગો મારા રુદિયાને ભાવો છો
હે મારા મન ગમતા સાથી
રાણી રાધા જેવા લાગો છો રાધા જેવા લાગો
હે મારા મનને ગમતા સાથી
રાણી રાધા જેવા લાગો છો
હો માથે ચુંદડી તારા ડોકમાં છે હારલો
પગમાં ઝાંઝર તારા હાથમાં મારો ચૂડલો
નાકે પેરી નથડી તમે બહુ નમણ્યા લાગો છો
નાકે પેરી નથડી તમે બહુ નમણ્યા લાગો છો
હે મારા મન ગમતા સાથી
રાણી રાધા જેવા લાગો છો
હો કેવી રૂપાળી તારી આંખો છે અણિયાળી
હરણી જેવી તારી ચાલ છે ચટકાળી
મારા મનના તમે મેના રાણી લાગો છો
મારા મનના રે તમે મેના રાણી લાગો છો
હે મારા મન ગમતા સાથી
રાણી રાધા જેવા લાગો છો
હો સોને શણગાર સજી રમતા મધરાતે
ગરબાની રાત જામે સૈયરું સંગાથે
હસતા મુખડે ઓલ્યા ચાંદને શરમાવો છો
હસતા મુખડે ઓલ્યા ચાંદને શરમાવો છો
મારા મન ગમતા સાથી
રાણી રાધા જેવા લાગો છો