76 લાગણીયો


ઓ વિધાતા રુઠી ને મારી દુભાણી સે લાગણી
ઓ વિધાતા રુઠી ને મારી દુભાણી સે લાગણી
લાગણીયો કેમ કરી વિહરસે રે
હો જોડે રહેવાની મારી હતી એક માગણી
માગણીયો કેમ કરી વિહરસે રે
ઓ દુઃખ ભરી વેદના ની કરું કોને માગણી
વાલભરી વાતો કોણ કરસે રે
લાગણીયો કેમ કરી વિહરસે રે

ઓ જોવા માગું વલખા મારું ગોરલ કયા દેખાય છે
પગની જાજર ખખડાવે ભણકાર એવા થાય છે
ઓ માયા લગાડી મેલી દીધો મનડું રે મુજાય છે
જીવન ને મોત વચ્ચે જીવ જોલા ખાય છે
ઓ વાત કરી વહાલી વરસતી રે વાંદડી
લાગણીયો કેમ કરી વિહરસે રે

ઓ મારા પ્રેમ ને પૂજતીતી પ્રેમ પાછળ હતી ઘેલી
મારા હાથ માં ના રહી મારા હાથે રે સાચવેલી
ઓ જીવ કહી બોલાવતી આજે જીવ થયો દૂર
એકલો પાડિયો આજે હું તો થઈ ગયો ગાંડોતુર રે
ઓ જરૂર હતી જેની નથી એની હાજરી
હાજરિયો કોણ પૂરી કરસે રે
લાગણીયો કેમ કરી વિહરસે રે


Leave a Reply

Your email address will not be published.