122 મને કૃષ્ણ જોયાના કોડ


મને કૃષ્ણ જોયાના કોડ,
હાંરે મને વા’લો જોયાના કોડ.
હે સહિયર ચાલો ને,
ચાલો ચાલો સહિયર ચાલોને
માતા ઉમીયાને લાગુ પાય (૨)
હરિ વર આલોને…………સહિયર…

હે દે’રે દે’રે દીવા કરું ને,પૂ જું હું શંકર દેવ,
શામળિયો વર પામવા રે (૨)
હું કરું રે શંભુ તારી સેવ…સહિયર…

કાલંગડીને કાંઠડે ને, નહાતા નિર્મળ નીર,
વસ્ત્ર જ વીઠલો હરિ ગયો રે (૨)
હું તો શાણે ઢાકું શરીર…સહિયર…

સાસુ અમારાં જશુમતીને, સસરો શ્રી નંદલાલ,
કંથ કોડીલો મારો કાનજી રે(૨)
મારું સાસરું ગોકુળ ગામ…સહિયર…

ગોકુળની ગોવાલણી ને, ચાલે મલપતી ચાલ,
તે પર મોહન મોહી ગયા રે(૨)
એનું મુખડું છે લાલ ગુલાલ…સહિયર…

હે ચંદન ભરી તલાવડી ને, મોતીડે બાંધેલી પાળ,
કાનજી ધુએ રૂડાં ધોતિયાં રે(૨)
રાણી રાધા પાણીડાની હાર… સહિયર…

હે ડુંગર પર છે દેરડી ને, સોની ઘડે સોનહાર,
કાનજી ઘડાવે રૂડાં વેળિયાં રે (૨)
રાણી રાધા ઘડાવે હાર… સહિયર…

હે ગાય, શીખે નર સાંભળે, રાણી રાધાજીનો રાસ,
તે નર વૈકુંઠ પામશે રે (૨)
હાંરે ગુણ ગાયે નરસૈંયો દાસ……. સહિયર…


Leave a Reply

Your email address will not be published.