123 આશા ભર્યા ને અમે આવિયા


આશા ભર્યા ને અમે આવિયાં
ને મારે વાલે રમાડ્યા રાસ રે,
આવેલ આશા ભર્યા…… (૨)

શરદપૂનમની રાતડી ને
કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે….
આવેલ…

વૃંદા તે વનના ચોકમાં
કાંઈ નામે નટવરલાલ રે….
આવેલ…

જોતાં તે વળતાં થંભિયાં
ઓલ્યા નદિયું કેરા નેર રે….
આવેલ…

અષ્ટકુળ પર્વત ડોલિયા ને
ઓલ્યા ડોલ્યા નવકુળ નાગ રે….
આવેલ…

મે’તા નરસૈયાના સ્વામી શામળિયા
સદા રાખો ચરણની પાસ રે….
આવેલ…


Leave a Reply

Your email address will not be published.