125 અદલ સોનારણ અદલ સોનારણ


અદલ સોનારણ… અદલ સોનારણ…
અદલ સોનારણ… અદલ સોનારણ…

સોનારણ ફુલનો ગજરો રે મારી અદલ સોનારણ…
હેજી સોનારણ કાળજાનો કટકો રે
મારી અદલ સોનારણ…
અદલ સોનારણ… અદલ સોનારણ…

હે ક્યો તો સોનારણ કડલા ધડાવી દઉ…
ક્યો તો રે કાંબીયુ ઘડાવુ…
હે જી રે તમે ક્યો તો રે કાંબીયુ ઘડાવુ…
હે… કાંબીયુ… કડલાને શુ રે કરુ…
હુ તો માંગુ તારા દલડાંના દાન…
હું તારી અદલ સોનારણ…
અદલ સોનારણ… અદલ સોનારણ…
અદલ સોનારણ… અદલ સોનારણ…

હે ક્યો તો પાટણનુ પટોળુ લાવી દઉ…
કાપડામાં મોર ચિતરાવુ…
હે જી રે તારા કાપડામાં મોર ચિતરાવુ…
હે…પાટણના પટોળાને શુ રે કરુ…
મારે કરવા છે પ્રિતિના પાન…
હું તારી અદલ સોનારણ…
અદલ સોનારણ… અદલ સોનારણ…
અદલ સોનારણ… અદલ સોનારણ…

હે ક્યો તો સોનારણ ગરબો ગોરાવી દઉ…
ક્યો તો રે મોરલી બજાવુ…
હે જી રે તમે ક્યો તો રે મોરલી બજાવુ…
હે… એકલડી મોરલીને શુ રે કરુ…
હુ તો માંગુ મારો મોરલીવાળો કાન…
હું તારી અદલ સોનારણ…
અદલ સોનારણ… અદલ સોનારણ…
અદલ સોનારણ… અદલ સોનારણ…


Leave a Reply

Your email address will not be published.