148 લાખ લાખ દીવડાની


લાખ લાખ દીવડાની,
હે માંડવી રે રંગ માંડવડી

લાખ લાખ દીવડાની, હે માંડવી રે રંગ, માંડવડી
લાખ લાખ દીવડાની, માંડવી રે રંગ, માંડવડી
કાંઈ ધરતીના ઢાળ્યા બાજોટ, રંગ રંગ માંડવડી!
હે… રંગ રંગ માંડવડી!

આસો માસ, સોનવે નોરતા રે રંગ, માંડવડી
હે જેને ગરબે ગગન કેરી ગોખ, રંગ રંગ માંડવડી!
હે… રંગ રંગ માંડવડી!
લાખ લાખ દીવડાની, માંડવી રે રંગ, માંડવડી
કાંઈ ધરતીના ઢાળ્યા બાજોટ, રંગ રંગ માંડવડી!
હે… રંગ રંગ માંડવડી!

નવસો નવાનુ વાગે શરણાયો હે રંગ, માંડવડી
નવસો નવાનુ વાગે શરણાયો હે રંગ, માંડવડી
હે જેને ધીમાં ઢબૂકે ઢોલ, રંગ રંગ માંડવડી!
હે… રંગ રંગ માંડવડી!
લાખ લાખ દીવડાની, માંડવી રે રંગ, માંડવડી
કાંઈ ધરતીના ઢાળ્યા બાજોટ, રંગ રંગ માંડવડી!
હે… રંગ રંગ માંડવડી!


Leave a Reply

Your email address will not be published.