Category: 27 લોકગીત

  • 120 વેરૂમાં વીરડો ગાળતી

    “મજબૂત રાખું મનનેમારુ હૈયું રહે નય હાથમાંજે દી એ હતી સઘળું હતુંમારું સુ:ખ એની સાથમાંમજબુર થઈ મારે જીવવું રહ્યુંઅને મારા નેણે નીંદ ના આવતીપાદર ઘુમાવે અલ્યા પદમણીમને યાદ તારી એ આવતી,મને યાદ તારી આવતી…” વેરૂમાં વીરડો ગાળતીવેરૂમાં વીરડો ગાળતી તી રેગેલડીયારે રબારી…તારા ખોબલે પાણી પાતી તીપહોલીએ પાણી પાતી તી રેઘેલી રે હો હજારણ પણ પલ […]

  • 119 હૈયે રાખી હામ મારે ચીતરાવું છે

    હૈયે રાખી હામ,મારે ચીતરાવું છે નામ,મેળે નહીં જઇએ.પાઘડ્યું પરિયામ ત્યાં તોઉમટ્યાં ગામના ગામ,મેળે નહીં જઇએ. ગામના મણિયારા રૂડીચૂડીયું લઇ બેઠાં’ જો,ચૂડીનું શું કામ,મારે ચીતરાવું છે નામ,મેળે નહીં જઇએ. મંદિરના પછવાડે પેલોસૂંડલાવાળો બેઠો’ તોઆવી લેજો દામ,મારે ચીતરાવું છે નામ,મેળે નહીં જઇએ.

  • 118 કાળી વાદલડી તુંને વિનવે રે

    કાળી વાદલડી તુંને વિનવે રેબે ઘડીક નાચી લે રંગ મોરલાકાળી વાદલડી તુંને વિનવે રેબે ઘડીક નાચી લે રંગ મોરલાહે જાય છે મારી સાહેલીનો સાથ રેબે ઘડીક નાચી લે રંગ મોરલા.. હો બાર બાર મહિને પાછા આવશું રેબે ઘડીક નાચી લે રંગ મોરલાહો બાર બાર મહિને પાછા આવશું રેબે ઘડીક નાચી લે રંગ મોરલાહે કરી લેને […]

  • 117 તમે કિયા તે ગામનાં ગોરી રાજ

    તમે કિયા તે ગામનાં ગોરી રાજઅચકો મચકો કાં રે લી અમે નવાનગરના ગોરી રાજઅચકો મચકો કાં રે લીતમે કિયા તે ગામથી આવ્યા રાજઅચકો મચકો કાં રે લીઅમે પોરબંદરથી આવ્યા રાજઅચકો મચકો કાં રે લી તમે કેટલી તે બેન કુંવારી રાજઅચકો મચકો કાં રે લીઅમે સાતે બેન કુંવારી રાજઅચકો મચકો કાં રે લીતમે કેટલા ભાઈ કુંવારા […]

  • 116 આજ સ્વપનામાં મેં તો ડોલતો ડુંગર

    આજ રે સ્વપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો,ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સ્વપનામાં રે. આજ રે સ્વપનામાં મે તો ઘમ્મર વલોણું દીઠું જો,દહીં – દૂધના વાટકા રે, સાહેલી, મારા સ્વપનામાં રે. આજ રે સ્વપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો,ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સ્વપનામાં રે. આજ રે સ્વપનામાં મેં તો જટાળો જોગી […]

  • 115 આજનો ચાંદલિયો મને લાગે બહુ

    આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો,કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો… તારા રે નામનો છેડ્યો એક તારો,હું તારી મીરાં તું ગિરધર મારો…આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો,કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો… આપણે બે અણજાણ્યા પરદેશી પંખી,આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી;જોજે વિખાય નહીં શમણાનો માળો,કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો… દો […]

  • 114 તારા આંગણીયા પૂછીને જે કોઈ

    એજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે રે.આવકારો મીઠો આપજે રે. એજી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે,બને તો થોડું કાપજે રે… માનવીની પાસે કોઈ માનવી ન આવે રે.એજી તારા દિવસની પાસે રે દુખિયા આવે રે.આવકારો મીઠો… “કેમ તમે આવ્યા છો ?” એમ નવ કહેજે રે.એજી એને માથું રે હલાવી હોંકારો તું દેજે રે.આવકારો […]

  • 113 આવડા મંદિરમાં હું તો એકલી

    આવડા મંદિરમાં હું તો એકલી રે લોલઆવડા મંદિરમાં હું તો એકલી રે લોલકેમ કરી મારા દઃખના દા’ડા જાય જો આપરણ્યો હાલ્યાં છે વેરણ ચાકરી રે લોલકેમ કરી મારા દઃખના દા’ડા જાય જો આપરણ્યો હાલ્યાં છે વેરણ ચાકરી રે લોલ તમારે પરમાર સૈંયર સામટી રે લોલરે’જો તમો રાજું કેરી રીત જોપંડડા રે’શે તો પાછા પૂગશું રે […]

  • 112 એક ગોકુળ મથુરા મારું ગામ છે

    એક ગોકુળ મથુરા મારું ગામ છે રે લોલનાની વણઝારી મારું નામ છે રે લોલહું તો લટકે ચાલું ગોકુળ ગામમાં રે લોલએ ચાલીને દેખાડું મારા નાથને રે લોલ એ મેં તો લાખના કડલાં ઘડાવિયા રે લોલહીરલાં જડાવ્યા સવા લાખના રે લોલહું તો પહેરીને દેખાડું મારા નાથને રે લોલહું તો લટકે ચાલું ગોકુળ ગામમાં રે લોલ એ […]

  • 111 એક ઝાડ માથે ઝુમખડું

    એક ઝાડ માથે ઝુમખડુંઝુમખડે રાતા ફૂલ રે,ભમ્મર રે રંગ ડોલરિયો… એક સરોવર પાળે આંબલિયોઆંબલિયે ઝૂલતી ડાળ રે,ભમ્મર રે રંગ ડોલરિયો… એક આંબા ડાળે કોયલડીએનો મીઠો મીઠો સાદ રે,ભમ્મર રે રંગ ડોલરિયો… એક નરને માથે પાઘલડીપાઘડીયે ફૂમતા લાલ રે,ભમ્મર રે રંગ ડોલરિયો… એક ભાલે કંકુ ચાંદલિયોએના રાતા રાતા તેજ રે,ભમ્મર રે રંગ ડોલરિયો…