Category: 27 લોકગીત

  • 100 જોબનિયું આજ આવ્યુંને કાલ્ય જાશે

    જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશેજોબનિયું કાલ્ય જાતું રે’શે જોબનિયાને માથાના અંબોડામાં રાખોજોબનિયું કાલ્ય જાતું રે’શે જોબનિયાને પાઘડીના આંટામાં રાખોજોબનિયું કાલ્ય જાતું રે’શે જોબનિયાને આંખ્યનાં ઉલાળામાં રાખોજોબનિયું કાલ્ય જાતું રે’શે જોબનિયાને હૈયાંના હિલોળામાં રાખોજોબનિયું કાલ્ય જાતું રે’શે જોબનિયાને હાથની હથેળીમાં રાખોજોબનિયું કાલ્ય જાતું રે’શે જોબનિયાને ઘાઘરાના ઘેરમાં રાખોજોબનિયું કાલ્ય જાતું રે’શે જોબનિયાને પગની પાનીમાં રાખોજોબનિયું […]

  • 99 ઝાલર વાગેને વાલો હરિરસ ગાય

    ઝાલર વાગે ને વા’લો હરિરસ ગાયકાન ગોપીઓનો છેડો સાહ્ય મેલો મેલો ને કાનુડા અમ્મારા ચીરઅમે ગોપીયું છીએ નિરમળા નીર છેડો ફાટ્યો ને ગોપી રાવે ગઈજશોદા મંદિર જઈ ઊભી રહી માતા જશોદા તમ્મારો કાનનિત્ય મારગડે માંગે છે દાણ દાણ માંગે ને વળી લૂંટી ખાયઈ તે ગોકળિયામાં કેમ રે’વાય જાવ જાવ ગોપીયું તમ્મારે ઘેરઆવે કાનો તો માંડુ […]

  • 98 ઝૂલણ મોરલી વાગી રે

    ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર,હાલો ને જોવા જાયેં રે,મોરલી વાગી રે, રાજાના કુંવર. ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર,પીતળિયા પલાણ રે.મોરલી….. બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર,દસેય આંગળીએ વેઢ રે.મોરલી….. માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર,કિનખાબી સુરવાળ રે.મોરલી….. પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર,ચાલે ચટકતી ચાલ્ય રે.મોરલી…. ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર,હાલો […]

  • 97 ઢોલાજી વીંઝણો લ્યો

    ઢોલાજી હાલ્યો ચાકરી રેઢોલાજી વીંઝણો લ્યોકે મુને હારે તેડતા જાવઢોલાજી વીંઝણો લ્યો લવિંગ સરીખી ઢોલા તીખડી રેઢોલાજી વીંઝણો લ્યોતારે મુખડામાં રમતી આવું રાજઢોલાજી વીંઝણો લ્યો તલવાર સરીખી ઢોલા ઊજળી રેઢોલાજી વીંઝણો લ્યોતારી કેડે ઝૂલતી આવું રાજઢોલાજી વીંઝણો લ્યો રૂમાલ સરીખી ઢોલા રેશમી રેઢોલાજી વીંઝણો લ્યોકે તારા હાથમાં રમતી આવું રાજઢોલાજી વીંઝણો લ્યો સૂડી સરીખી ઢોલા […]

  • 96 તમે મારાં દેવનાં દીધેલ છો

    તમે મારાં દેવનાં દીધેલ છો,તમે મારાં માગી લીધેલ છોઆવ્યાં ત્યારે અમર થઈને રો’ મા’દેવ જાઉં ઉતાવળી ને જઈ ચડાવું ફૂલમા’દેવજી પરસન થિયાત્યારે આવ્યાં તમે અણમૂલતમે મારું નગદ નાણું છો,તમે મારું ફૂલ વસાણું છોઆવ્યાં ત્યારે અમર થઇને રો મા’દેવ જાઉં ઉતાવળી ને જઈ ચડાવું હારપારવતી પરસન થિયાંત્યારે આવ્યા હૈયાના હારતમે મારાં દેવનાં દીધેલ છો,તમે મારાં માગી […]

  • 95 તારી બાંકી રે પાઘલડીનું

    તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે,મને ગમતું રે,આ તો કહું છું રે પાતળીયા, તને અમથુંતારી બાંકી રે… તારા પગનું પગરખું ચમચમતું રેઅને અંગનું અંગરખુ તમતમતું રે ,મને ગમતું રે, આતો કહું છું રે પાતળીયા,તને અમથું !… તારી બાંકી રે… પારકો જાણીને તને ઝાઝું શું બોલવુને અણજાણ્યો જાણી તને મન શું ખોલવુંતને છેટો ભાળીને મને […]

  • 94 દાડમડીના ફૂલ રાતાં

    દાડમડીના ફૂલ રાતાંઝૂલણ લ્યો વણઝારીફૂલ રાતાં ને ફળ એનાંલીલાં ઝૂલણ લ્યો વણઝારી હું તો વાણીડાને હાટે હાલીચૂંદડી મુલવવા હાલીઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યોહેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યોબેઠી એવી હું ઉઠી ઝૂલણ લ્યો વણઝારી… હું તો સોનીડાને હાટે હાલીઝુમણા મુલવવા હાલીઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યોહેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યોબેઠી એવી હું ઉઠી ઝૂલણ લ્યો […]

  • 93 દાદા હો દીકરી

    દાદા હો દીકરી, દાદા હો દીકરી,વાગડમાં મ દેજો રે સૈવાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે,સૈયોં કે હમચી, સૈયોં કે હમચીદાદા હો દીકરી, દાદા હો દીકરી દીએ દળાવે મુને, દીએ દળાવે મુને,રાતલડીએ કંતાવે રે સૈપાછલે તે પરોઢીએ પાણી મોકલે રે,સૈયોં કે હમચી, સૈયોં કે હમચીદાદા હો દીકરી, દાદા હો દીકરી ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ,પાંગતે સીંચણિયું […]

  • 92 દુધે તે ભરી તલાવડીને

    હે ઘમર ઘમર મારો ગરબો રેમાથે ને લટક મટક ચાલે ઢલકત ઢોલ,હે લરફર લરફર સૈયર સંગેરૂમક ઝુમક જાયે રૂપરંગ રે… હે કેડમાં કંદોરો, ને કોટમાં છે દોરો,સાંકરિયો સાદ, કંઠે કોયલીનો શોર,હે મધુભર રસભર નૈન નચાવેનાજુક નમણી નાગરવેલ… હે દુધે તે ભરી તલાવડી નેમોતીડે બાંધી પાળ રે,જીલણ જીલવા ગ્યા’તા,ગરબે ઘૂમવા ગ્યા’તા… હે વાટકી જેવડી વાવલડી નેમંઈ […]

  • 91 ધન ધન છે ગોકુળિયું ગામ

    ધન ધન છે ગોકુળિયું ગામગામ છે રળિયામણું રે લોલ પ્રભુજી વનમાં ચારે ધેનવગાડી રૂડી વાંસળી રે લોલ રાધાગોરી ભાતડિયાં લઈ જાયચલાણે ચોળ્યાં ચૂરમાં રે લોલ પ્રભુજી કિયાં ઉતારું ભાતકે કિંયા બેસીને જમશો રે લોલ રાધાગોરી આસોપાલવને ઝાડકે શીતળ છાંયડી રે લોલ રાધાગોરી તિયાં ઉતારો ભાતકે તિયાં બેસીને જમશું રે લોલ રાધાગોરી ઓલા કાંઠે ધેનકે ધેન […]