Category: 27 લોકગીત

  • 70 કાન તારે તલાળ રમવા નીસરી

    ક્હાન ત્હારે તળાવ, ક્હાન ત્હારે તળાવ,રૂમઝૂમતી રમવા નીસરી રે રમવા નીસરી રે, રમવા નીસરી રેક્હાન ત્હારે તળાવ, શુદ્ધ બુદ્ધ સર્વે વિસરી રેક્હાન ત્હારે તળાવ, રમવા નીસરી રે રમવા નીસરી રે, રમવા નીસરી રેક્હાન ત્હારે તળાવ,નાથ કેરી નથની વિસરી રેક્હાન ત્હારે તળાવ રમવા નીસરી રે, રમવા નીસરી રેક્હાન ત્હારે તળાવ,કાન કેરાં કુંડલ વિસરી રેક્હાન ત્હારે તળાવ […]

  • 69 લવિંગ કેરી લાકડિએ રામે

    લવિંગ કેરી લાકડિએરામે સીતાને માર્યાં જો!ફૂલ કેરે દડૂલિયે સીતાએવેર વાળ્યાં જો ! રામ તમારે બોલડિયેહું પરઘેર બેસવા જઇશ જો !તમે જશો જો પરઘેર બેસવા,હું વાતુડિયો થઇશ જો ! રામ તમારે બોલડિયેહું પરઘેર દળવા જઇશ જો !તમે જશો જો પરઘેર દળવાહું ઘંટુલો થઇશ જો ! રામ ! તમારે બોલડિયેહું પરઘેર ખાંડવા જઇશ જો !તમે જશો જો […]

  • 68 લાલ લાલ ચુંદડી રંગાવ મારી

    લાલ લાલ ચુંદડી રંગાવ મારી માડીસોનાનું કંકણુ ઘડાવ રે, ઘેરદાર ઘાઘરો મંગાવ મારી માડીસેંથે સિંદુર ભરાવ રે! બારણીયે ઊભા મારા સસરાજીહસી હસી દીકરી વ_lવ રે! જેમ જંગલનાં પંખી રે માડીવ્હાણું વાતાં ઊડી જાય રે; તેમ પરાઈ થઈ દીકરીદેશ પરાયે જાય રે! નનો વીરો મરો રોકે રે પાલખીઆંસુના ઝરણા વહાવી રે, બાપુને ધીરજ ધરાવ મરા વીરાજેણે […]

  • 67 લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું

    લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું રેપગલીનો પાડનાર દ્યોને રન્નાદેવાંઝિયાં મે’ણાં માતા દોહ્યલાં દળણાં દળીને હું ઊભી રહીકુલેરનો માગનાર દ્યોને રન્નાદેવાંઝિયાં મે’ણાં માતા દોહ્યલાં મહીડાં વલોવીને હું ઊભી રહીમાખણનો માગનાર દ્યોને રન્નાદેવાંઝિયાં મે’ણાં માતા દોહ્યલાં પાણીડાં ભરીને હું તો ઊભી રહીછેડાનો ઝાલનાર દ્યોને રન્નાદેવાંઝિયાં મે’ણાં માતા દોહ્યલાં રોટલાં ઘડીને હું તો ઊભી રહીચાનકીનો માગનાર દ્યોને રન્નાદેવાંઝિયાં […]

  • 66 વગડાની વચ્ચે વાવડી

    વગડાની વચ્ચે વાવડી નેવાવડીની વચ્ચે દાડમળીદાડમળી ના દાણા રાતા ચોળરાતા ચોળ સેપગમા લકક્ડ્ પાવડી નેજરીયલ પેરી પાઘલડીપાઘલડીના તાણા રાતાચોળ,રાતાચોળ સે…..વગડાની….. આની કોર્ય પેલી કોર્ય, મોરલા બોલેઉત્તર દખ્ખણ ડુંગરા ડોલે,ઇશાની વાયરો વિંજણું ઢોળે,ને વેરી મન મારું ચડ્યું ચકડોળેનાનું અમથુ ખોરડું ને,ખોરડે જુલે છાબલડીછાબલડીના બોરા રાતાચોળ,રાતાચોળ સે….વગડાની….. ગામને પાદર રુમતા નેઝુમતા નાગરવેલના રે વન સે રેતીર્થ જેવો […]

  • 65 હાલી હાલીને મારા પાવલિયા

    હાલી હાલીને મારા પાવલિયા તરવાણા જોતોયે રે ના આવ્યો તારો દેશ રેવણઝારા વાલમ છેતરીને લાવ્યો જો આઘેરાં હાલો તો તમનેચુંદડિયું લઈ આલું જોતારી ચુંદડિયુંની ઓઢનારી હું નૈ રેવણઝારા વાલમ છેતરીને લાવ્યો જો આઘેરાં હાલો તો તમનેકડલાં લઈ આલું જોતારાં કડલાંની પે’રનારી હું નૈ રેવણઝારા વાલમ છેતરીને લાવ્યો જો આઘેરાં હાલો તો તમનેહારલો લઈ આલું જોતારા […]

  • 64 વનમાં ચાંદલિયો ઊગ્યો

    વનમાં ચાંદલિયો ઊગ્યો રેકે રસિયા મને સૂરજ થઈ લાગ્યો રસિયા મોરા શેરીએ પડાવું સાદ રેઉતારા કરવાને કાજ રે રસિયા મોરા શેરીએ પડાવું સાદ રેદાતણ કરવાને કાજ રે રસિયા મોરા ઝારીયું લઉં સાથ રેદાતણ કરવાને કાજ રે રસિયા મોરા શેરીએ પડાવું સાદ રેભોજન કરવાને કાજ રે રસિયા મોરા સુખડી લેજો સાથ રેભોજન કરવાને કાજ રે રસિયા […]

  • 63 વનમાં બોલે ઝીણા મોર

    વનમાં બોલે ઝીણા મોરકોયલરાણી કિલોળ કરે રે લોલ ! ઝીણા ઝરમર વરસે મેહવાદલડી વાયે વળે રે લોલ ! બેની મારો ઉતારાનો કરનારોજાદવરો ક્યારે આવે રે લોલ ! આવશે સાતમ ને સોમવારેઆઠમની મધરાતે રે લોલ ! બેની મારો દાતણનો કરનારોજાદવરો ક્યારે આવે રે લોલ ! આવશે સાતમ ને સોમવારેઆઠમની મધરાતે રે લોલ ! બેની મારો નાવણનો […]

  • 62 વનરાવન મોરલી વાગે છે

    વાગે છે રે વાગે છે,વનરાવન મોરલી વાગે છે. એના સૂર ગગનમાં ગાજે છે,વનરાવન મોરલી વાગે છે. કેમ કરી આવું કાન ગોકુળની ગલીઓમાંમારી સાસુડી વેરણ જાગે છે. પગલું માંડુ તો વાગે પગના આ ઝાંઝરમારી જેઠાણી વેરણ જાગે છે. વીતે છે રાતડીને ચાંદલીયો આથમ્યોમારી દેરાણી વેરણ જાગે છે. હળવેથી છેડ કાન મોરલીના સૂર હવેતારી મોરલીના મોહબાણ વાગે […]

  • 61 વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

    વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાંસાસરિયામાં મ્હાલવું રેપિયરીયામાં છૂટથી રહ્યાવાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં મારા પગ કેરાં કડલાં રેવીરો મારો લેવા હાલ્યોવીરા લઈને વેલો આવજે રેસાસરિયા મારે ઘિરે બેઠાવાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં મારા હાથ કેરી બંગડી રેવીરો મારો લેવા હાલ્યોવીરા લઈને વેલો આવજે રેસાસરિયા મારે ઘિરે બેઠાવાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં […]