-
50 સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો
સોનાની સાંકળે બાંધ્યો હિંડોળોઆંબાની ડાળ,રૂપાનાં કડલાં ચાર,વા’લો મારો હીંચે હિંડોળે….આંબાની ડાળ બાંયે બાજુબંધ બેરખા રેઆંબાની ડાળકિનખાબી સુરવાલ,વા’લો મારો હીંચે હિંડોળે….આંબાની ડાળ ચડવા તે ઘોડલા હંસલા રે,આંબાની ડાળપિતળીયા પલાણ,વા’લો મારો હીંચે હિંડોળે….આંબાની ડાળ પગે રાઠોડી મોજડી રે,આંબાની ડાળચાલે ચટકતી ચાલ,વા’લો મારો હીંચે હિંડોળે….આંબાની ડાળ માથે મેવાડી મોળિયાં,આંબાની ડાળદશે આંગળીએ વેઢ,વા’લો મારો હીંચે હિંડોળે….આંબાની ડાળ
-
49 હમ્બો હમ્બો વિંછૂડો
અરરર માડી રે!છાણાં વીણવા ગઈ’તી રેમા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો મને ટચલીએ ટચકાવ્યો રે વિંછૂડોમા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો મારા સસરાજીને તેડાવો રેમા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો મારા જેઠજીને તેડાવો રેમા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો મારા પરણ્યાને તેડાવો રેમા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો વિંછૂડાના ઝેર ઉતરાવો રેમા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો
-
48 હાજી કાસમ તારી વીજળી
હાજી કાસમ, તારી વીજળી રેમધદરિયે વેરણ થઇ શેઠ કાસમ, તારી વીજળી રેસમદરિયે વેરણ થઇભુજ અંજારની જાનું રે જૂતી,જાય છે મુંબઇ શે’ર દેશ પરદેશી માનવી આવ્યાં,જાય છે મુંબઇ શે’રદશ બજે તો ટિકટું લીધી,જાય છે મુંબઇ શે’ર તેર તેર જાનું સામટી જૂતી,બેઠા કેસરિયા વરચૌદ વીશું માંય શેઠિયા બેઠા,છોકરાંઓનો નહીં પાર અગિયાર બજે આગબોટ હાંકી,જાય છે મુંબઇ શે’રબાર […]
-
47 રૂડીને રંગીલી રે વ્હાલા તારી વાંસળી
રૂડીને રંગીલી રે,વ્હાલા તારી વાંસળી રે લોલ,વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો.આ પાણીડાની મધ્યે રે,જીવણ જોવા નીસર્યા રે લોલ. આ બેડાં મેલાં માન સરોવર પાળ જો,આ ઇંઢોણી વળગાડી રે,આંબલીયાની ડાળીએ રે લોલ. આ ગોપી હાલ્યાં,વનરાવનની મોજાર જો,આ કાનવર કોડીલા રે,કેડો મારો રોકી ઉભા રે લોલ. કેડો મારો મેલો, પાતળિયા ભગવાન જો,આ બાપુની હઠીલી,નણદલ બેડાં તોલ કરે […]
-
46 દિકરો મારો લાડકવાયો દેવનો
દિકરો મારો લાડકવાયો દેવનો દિધેલ છે,વાયરા જરા ધીરા વાજો,એ નીંદમાં પોઢેલ છે.દિકરો મારો (1) રમશું દડે કાલ સવારે, જઇ નદીને તીર,કાળવી ગાયના દુધની પછી,રાધંશું નીઠી ખીર,આપવા તને મીઠી મીઠી,આંબલી રાખેલ છે.દિકરો મારો (2) કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠાં બોર,છાંયડા ઓઢી ઝૂલશું ઘડી,થાશે જ્યા બપોર,સીમ વચાળે વડલા ડાળે હિંચકો બાંધેલ છે.દિકરો મારો (3) ફૂલની સુંગધ […]
-
45 આપણાં મલકનાં માયાળુ માનવી
આપણાં મલકનાં માયાળુ માનવી,માયા મેલીને મરી જાશુ મારા મેરબાન,હાલોને આપણાં મલક માં….(1) આપણાં મલકમાં ઉતારા ઓરડા.તમે ઉતારા કરી ઘોડે ચડજો મારા મેરબાન,હાલોને આપણાં મલકમાં….(2) આપણાં મલકમાં ભોજન લાપસી,તમે ભોજનિયા કરી ઘોડે ચડજો મારા મેરબાન,હાલોને આપણાં મલકમાં…(3) આપણાં મલકમાં દાંતણ દાડમી,તમે દાંતણીયા કરી ઘોડે ચડજો મારા મેરબાન,હાલોને આપણાં મલકમાં….(4) આપણાં મલકમાં પોઢણ ઢોલિયા,તમે પોઢણિયાં કરી ઘોડે […]
-
44 ઘમ્મર ઘમ્મર મારું વલોણું ગાજે
ઘમ્મર ઘમ્મર મારું વલોણું ગાજે,શ્યામ આવીને મારી મટકી ફોડે,મટકી ફોડેને મારા મહિડા ઢોળે,શ્યામ આવીને મારી મટુકી ફોડે….(1) મથુરાની જેલમાં કાનો જ જનમ્યો,વાસુદેવે લઇને ટોપલાંમાં મેલ્યો,ગોકુળિયામાં (2) મેલવાને જાય વાસુદેવ…શ્યામ આવીને (2) બેય કાંઠામાં જમુનાજી વહે છે,વાસુદેવ મનમાં ઘણાં મુંઝાય છે,જમનાજીમાં (2) કેડીયું પાડે મારો શ્યામ…શ્યામ આવીને (3) નંદબાવાને ઘેર નવલાખ દેનું,માતા જશોદા મહિડાં વલોવે,ગોપીઓના (2)ઘરમાં […]
-
43 આજ રે સપનામાં મેં તો
આજ રે સપનામાં મેં તો, ડોલતો ડુંગર દીઠો જો,ખળખળતી નદિયું રે, સાહેલી મારા સપનામાં રે આજ રે સપનામાં મે તો, ઘમ્મર વલોણું દીઠું જો,દહીં દૂધના વાટકા રે, સાહેલી મારા સપનામાં રે આજ રે સપનામાં મેં તો, લવિંગ લાકડી દીઠી જો,ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી મારા સપનામાં રે આજ રે સપનામાં મેં તો, જટાળો જોગી દીઠો […]
-
42 ખમ્મા મારા નંદજીના લાલ
ખમ્મા મારા નંદજીના લાલ,મોરલી કયારે વગાડી, હું રે સુતી તી મારા શયનભુવનમાં,સાંભળો મેં મોરલીનો સાદ મોરલી કયારે વગાડી માખણ મેલ્યા છે મેંતો શીકા ઉપર ઝુલતા,માખણ મિંદડા ખાય મોરલી ક્યારે વગાડી આંધણ મેલ્યા છે મેં તો ચુલા ઉપર ઝુલતા,આંધણ ઉભરાય જાય મોરલી ક્યારે વગાડી બેડા મેલ્યા છે મેં તો સરોવર પાળે,ઇંઢોણી આંબાની ડાળ મોરલી ક્યારે વગાડી […]
-
41 એક ઝાડ માંથે ઝુમકડું
એક ઝાડ માંથે ઝુમકડું,ઝુમકડે રાતા કુલ રે,ભમ્મર રે રંગ ડોલરીયો…. એક પાળ માંથે પારેવડું,પારેવડે રાતા પગ રે,ભમ્મર રે રંગ ડોલરીયો…. એક ડાળ માંથે પોપટડો,પોપટડે રાતી ચાંચ રે,ભમ્મર રે રંગ ડોલરીયો…. એક નાર માંથે ચુંદલડી,ચુંદડીએ રાતી ભાત રે,ભમ્મર રે રંગ ડોલરીયો…. એક બેન માંથે સેથલિયો,સેથલિયે લાલ હિંગોળ રે,ભમ્મર રે રંગ ડોલરીયો…. એક સિંધુ પાળે સાંજલડી,સાંજડીએ રાતા […]