-
44 પધારો વેવાઇ પધારો રે
પધારો પધારો વેવાઇ પધારોરે,સ્વાગત હો તમારા આંગણીયે પધારો રેપધારો….. સિંહાસન સોનાના નથીરે બિંછાવ્યા,હૃદયના બિંછાને બિરાજો પધારો રેપધારો…… ના જાજમ બિંછાવી ના ચંદરવા ઢાળ્યાઅમે પ્રેમ પુષ્પો વેર્યા છે પધારો રેપધારો….. નથી રાજ મહેલોમાં આપ્યા ઉતારા,ઉરના આ,ગણીયે બિરાજે પધારો રે,પધારો…..
-
43 આવ્યા રે ભલે મોંઘેરા મહેમાન
આજ આવ્યા રે આવ્યા રે ભલે મોંઘેરા મહેમાન,મોંઘા મહેમાન રૂડા કરીએ સન્માન, (૨)આજ આવ્યા રે…… આજ અવસર અનેરો, અમ આંગણે રે લોલ,લીલા તોરણ બંધાવ્યા અમે બારણે રે લોલ,પડીયા પગલા તમારાને વઘી ગઇ શાન, (૨)આજ આવ્યા રે…… ભલે સાજન માજન સૌ આવ્યા રે લોલ,કંકુ ચોખલીયે આપને વધાવીયા રે લોલ,આજ માંડવડે દિપી ઉઠી લાખેણી જાન, (૨)આજ આવ્યા […]
-
42 કેસરીયા બાલમ આવોને
કેસરીયા બાલમ આવોને,પધારો મારે દેશ રેકુમ-કુમ ના પગલા પાડોને,પધારો મારે દેશ રેકેસરીયા બાલમ……. હે…..સાજણ આયો હે સખી,મે તોડ઼ મોતીયન કો હિર રે,લોગ જાણે મે મૌતી ચુનુ,મૈતો જુક જુક કરૂ જૌહાર રે,પધારો મારે દેશકેસરીયા બાલમ…. હે… મારૂ થારે દેશમેનિપજત તીન રતન,ઇકે ઢોડો, દુજી માલણ,તીજો કંસુબલ રંગ રે,પધારો મારે દેશ રે,કેસરીયા બાલમ….. તન રબાબ, મન કિંગરી,ઔર રગે […]
-
41 હોંશથી વધાવીએ અમે મોંઘેરા
હોંશથી વધાવીએ અમે મોંઘેરા મહેમાન,આપના પગલા પડયાને(૨)અવસરની વધી ગઈ શાન(૨)હોંશથી…….. સ્વાગતમ પુષ્પોના પમરાટથી મહેકે મંડપ આ ચોમેરઅંતરથી છંટાવીયા અતરના જળ ઠેર ઠેરહો….સગા સંબંધી સાથે મળીનેગાયે મધુરા ગાનહોંશથી…….. સ્વાગતમ ઉંચા કુટુંબની કુંવરીને, મોટા કુટુંબના વરરાજા……કુટુંબના વરરાજા ને….કુટુંબની કુંવરી…હો…સાસરીયામાં સ્નેહથી વધાવી(૨)દેશે સહુને માનહોંશથી……. સ્વાગતમ
-
40 વરરાજને પોંખવા કાજે સાસુ
વરરાજને પોંખવા કાજે સાસુ ઉબરે જાયશ્રીલોટાની થાળી કરમાં જળ ભરી છલકાય પેલે પોંખણે રવાયે પોંખે છે,એવા રવાય કોણ કોણ સાહેપેલે પાખણે વરરાજાની ભ્રમર ફરકાયશ્રી લોટાની થાળી બીજે પોંખણે ધોંસરીએ પોંખે છે,એવી ધોંસરીએ દોર સાહે છેબીજે પોખણે વરરાજાનુંમુખડુંમલકાયશ્રી લોટાની થાળી ત્રીજુંપોંખણંતરાકે પોંખે છે,એવી તરાકે રેંટિયો સાહે છેત્રીજે પોંખણે વરરાજનો સાફો ઝળહળે છેશ્રીલોટાની થાળી ચોઘે પોંખણે પીડીએ […]
-
39 તમે હળવે હળવે પોખજો રે
તમે હળવે હળવે પોખજો રે વેવાણ હોંશીલાતમે ધીરે ધીર પોંખજો રે વેવાણ હોંશીલા છોકરડુંશરમાશે રે વેવાણ હોંશીલાઆ બાળકડુંબી જાશે રે વેવાણ હોંશીલા આ કૃષ્ણ વર છે કાળા રે વેવાણ હોંશીલાઆ રામજી રૂપાળાંછે વેવાણ હોંશીલાતમે જોઈને છોકરી દેજો રે વેવાણ હોંશીલા
-
38 આવી આવી મોટા ઘરની જાન
આવી આવી મોટા ઘરની જાન,વર આવ્યો કેસરીયોમસ્તીમાં છે સૌ ગુલતાન,કે વર આવ્યો કેસરીયો,આવી આવી મોટા વરનું મુખ ચંદરવા જેવું રૂપાળમાંડવામાં આવ્યાને થયું અજવાળસૌ જાનડીયુ ગાય મંગળ ગાન,કે વર આવ્યો કેસરીયો,આવી આવી મોટા વરની સંગે અણવર મુખડુ મલકાવતો,વરની આજ્ઞાને એ માથે ચડાવતો,સૌને ખવડાવે સંબોડી-પાન,કે વર આવ્યો કેસરીયો,આવી આવી મોટા વરના કાકા-કાકી ભત્રીજા પરણાવે,વરના મામા-મામી ભાઇજ પરણાવે,સૌને […]
-
37 વરઘોડો વાલમ તારો વરઘોડો
વરઘોડો વરઘોડો વાલમ તારો વરઘોડો,વચમાં મોટો તોડો, વાલમ તારો વરઘોડો,વરઘોડો…… રંગીલો સોની ઘડવાને આવ્યો (૨)લાડકડીનો તોળો, વાલમ તારો વરઘોડો,વરઘોડો…… મનજી માળી ગુથવાને આવ્યો, (૨)લાડકડીનો ગજરો, વાલમ તારો વરઘોડો,વરઘોડો…… જીવુલો દરજી શીવવાને આવ્યો, (૨)વરરાજાનો વાઘો, વાલમ તારો વરઘોડો,વરઘોડો……
-
36 ગૂંજે શરણાઈ ઢોલ
ગૂંજે શરણાઈ ઢોલ ત્રાંબાળવાગે,ગામની શેરીઓ ગાજેકે આવ્યો રૂડો વરરાજીયો., રૂડો રૂપાળો છેલ રૂડો રૂપાળો,લાડકડો લટકાળો કે આવ્યોરૂડો વરરાજીયો…. હે…ઘોડે ચડીને જુઓ આવ્યો છબિલોહે.હે.હે.કામણગારો કાન કુંવર કોડિલોજો જો નજર નવ લાગે કે આવ્યોરૂડો વરરાજીયો…. હે…મેવાસી મોળિયો, મોતી મઢેલોહે..હે..હે.કંઠે છે હારલો હીરલે જડેલોપેટે કટાર ઝૂલે આજ કે આવ્યો,રૂડો વરરાજીયો…. હે…લાખેણી જાન આ તો મોટા જાનૈયા,હે..હે..ઝાંપે જઈને ઝટ […]
-
35 તને સાચવે સીતા સતી
તને સાચવે સીતા સતી,અખંડ સૌભાગ્યવતી. બેનીના દાદા આવ્યાને માતા આવશેબેનીના મોટાબાનો હરખ ન માય.અખંડ સૌભાગ્યવતી… બેનીના કાકા આવ્યાને કાકી આવશેબેનીના ફઈબાને હરખ ન માય.અખંડ સૌભાગ્યવતી… બેન્રીના મામા આવ્યાને મામી આવશેબેનીના માસીબાનો હખર ન માય.અખંડ સૌભાગ્યવતી… બેનીના વીરા આવ્યાને ભાભી આવશેબેનીના બેનીબાનો હરખ ન માય.અખંડ સૌભાગ્યવતી…
