gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 47 ભગતિ રૂપી મણિ લેજો હાથમાં રે

    ભગતિ રૂપી મણિ લેજો હાથમાં રે,માયા રૂપી વનનો ભે મટી જાય,જોગ રૂપી દીપક કહીએ ઈ તો,જેનાથી વિષય વાસના બુઝાય રે.ભગતિ રૂપી મણિ લીઓને હાથમાં રે… ભગતિ રૂપી મણિ જેના રે હાથમાં ને,તેને નડે નહીં વિષયના વાય રેઅખંડ પ્રકાશ કોઈ દિ’ ઓલાય નૈં ને,ભગતિ હરિની પરગટ થાય રે.ભગતિ રૂપી મણિ લીઓને હાથમાં રે… હઠ વશ થઈને […]

    March 25, 2023
  • 46 સત્ય વસ્તુમાં જેનું ચિત્ત

    સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયુંએ ચારે વાણી થકી પાર રે,સ્વપ્નમાં પણ જે ચળે નહીંએ તો નિર્ભય નર ને નાર રેસત્ય વસ્તુમાં ભેદવાણીપણાનો સંશય ટળી ગયો નેમટી ગયો વર્ણવિકાર રે,તનમનધન જેણે પોતાનું માન્યું નાસતગુરુ સાથે જે એકતાર રેસત્ય વસ્તુમાં એવાને ઉપદેશ તુરત જ લાગેજેણે પાળ્યો સાંગોપાગ અધિકાર રે,અલૌકિક વસ્તુ આ એવાને કહેજોનહીં તો રહેશે ના […]

    March 25, 2023
  • 45 મન મરિયું તેને ત્યાગી કહીએ રે

    મન મરિયું તેને ત્યાગી કહીએ રે,મરને વરતે વહેવાર માંય રે;ભીતર જાગ્યા તેને ભ્રાંતિ ભાંગી ને,તેને નહિ નડે માયાની છાંય રે.મન મરિયું તેને ત્યાગી કહીએ રે… આદર્યો અભ્યાસ ને મટી ગઈ કલ્પના,આનંદ ઊપજ્યો અપાર રે;વ્રતમાન બદલે પાનબાઈ ! તેનું રે,જેને લાગ્યો વચનુંમાં તાર રે.મન મરિયું તેને ત્યાગી કહીએ રે… આસન ત્રાટક ખટમાસ સિદ્ધ કર્યું ને,વરતી થઈ […]

    March 25, 2023
  • 44 હેઠા ઊતરીને પાય લાગ્યા

    હેઠા ઊતરીને પાય લાગ્યાને ઘણો છે એનો ઉપકાર રે,અમાપક બુદ્ધિ થઈ ગઈ છે મારી,ને લાગ્યો અકર્તા પુરૂષમાં તાર રેહેઠા ઊતરીને અખંડ અમર અવિનાશી ભાળ્યા,ને વસ્તુ છે અગમ અપાર રે,દયા કરીને મુજને દરસાવ્યાને અનામ એક નિરધાર રેહેઠા ઊતરીને સમજીને વાસના સમાઈ ગઈ,ને અનુપમ છે એક રૂપ રે,આતમને ભિન્ન નવ જાણો,ને એ તો છે શુદ્ધ નિરંજન ભુપ […]

    March 25, 2023
  • 43 મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં

    મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં,દેખાડું હરિ કેરો દેશ રે,હરિનો દેશ તમને એવો દેખાડું,જ્યાં નહીં વર્ણ ને નહીં વેશ જીમનડાને સ્થિર કરી સુક્ષ્મ સૂવું ને સુક્ષ્મ ચાલવુંસુક્ષ્મ કરવો વે’વાર રે,શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ,ને વૃત્તિ ન ડોલે લગાર જીમનડાને સ્થિર કરી કુબુદ્ધિવાળાનો સંગ નવ કરવોરહેવું એકાંતે અસંગ રે,કૂંચી બતાવું એનો અભ્યાસ કરવો,નિત્ય રે ચડાવવો નવો રંગ […]

    March 25, 2023
  • 42 સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો

    સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો,ને રાખજો રૂડી રીત રે,અજાણ્યા સાથે વાત નવ કરજો,ને જેનું મન સદા વિપરીત રેસ્થિરતાએ રહેજો ને આગળ ઘણાં મહાત્મા થઈ ગયાને તેણે કુપાત્રનો કર્યો નિષેધ રે,એક આત્મા જાણીને અજ્ઞાની પ્રબોધિયોને ઉપજાવે અંતરમાં ખેદ રેસ્થિરતાએ રહેજો ને લિંગ વાસનામાં જેનું ચિત્ત લાગ્યું,ને આસક્ત છે વિષયમાંય રે,એવાને ઉપદેશ કદી નવ કરવોને જેને લાગે […]

    March 25, 2023
  • 41 સદગુરુના વચનના થવા અધિકાર

    સદગુરુ વચનના થવા અધિકારીમેલી દો અંતરનું અભિમાન,માન મેલીને તમે આવો મેદાનમાં,સમજો ગુરુજીની શાન રેસદગુરુના વચનના અંતર ભાંગ્યા વિના ઉભરો નૈ આવેહીં થાય સાચેસાચી વાત,આંટી છૂટે જ્યારે અંતર તણી, ત્યારેપ્રભુજી દેખાશે આપોઆપ રેસદગુરુના વચનના સત્સંગ રસ એ તો અગમ અપાર છે,તે તો પીવે કોઈ પીવનહાર,તનમનની જ્યારે સુધબુધ ભૂલાશેત્યારે અરસપરસ મળશે એકતાર રેસદગુરુના વચનના ધડ રે ઉપર જેને […]

    March 25, 2023
  • 40 સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું

    સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવુંઆણવું નહીં અંતરમાં અભિમાન રે,પ્રાણી માત્રમાં સમદૃષ્ટિ રાખવીને અભ્યાસે જીતવો અપાન રેસરળ ચિત્ત રાખી રજ કર્મથી સદા દૂર રહેવુંને કાયમ કરવો અભ્યાસ રેપાંચેય પ્રાણને એક ઘરે લાવવાંને શીખવો વચનનો વિશ્વાસ રેસરળ ચિત્ત રાખી ડાબી રે ઇંગલા ને જમણી રે પિંગલાને રાખવું સ્વરભેદમાં ધ્યાન રે,સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં જળ પીવુંને કાયમ રહેવું […]

    March 25, 2023
  • 39 સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે

    સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છેસમજવી સદગુરુ કેરી શાન રે,વિપત્તિ આવે પણ વૃતિ ન ડગાવવીમેલી દેવું અંતરનું માન રેસર્વ ઈતિહાસનો પ્રખ્યાતિ તો પાનબાઈ એવાની થઈ છેજેણે શીશને કર્યા કુરબાન રે,વિપત તો એના ઉરમાં ન આવેજેને મહારાજ થયા મહેરબાન રેસર્વ ઈતિહાસનો શીશ તો પડે જેના, ધડ નવ રહેજેણે સાચો રે માંડ્યો સંગ્રામ રે,પોતાનું શરીર જેણે વ્હાલું નવ કીધું,ત્યારે […]

    March 25, 2023
  • 38 સાનમાં રે શાન તમને ગુરુજીની કહું

    સાનમાં રે શાન તમને ગુરુજીની કહું પાનબાઈઉપજે આનંદ કેરા ઓઘ રે,સિદ્ધ અનુભવો જેના ઉરમાં પ્રગટેને મટી જાય માયા કેરો ક્ષોભ રેસાનમાં રે શાન તમને ચૌદ લોકથી વતન છે ન્યારું પાનબાઈએની તો કરી લો ઓળખાણ રે,વ્યથા રતે બોધ વચનનો સુણો પાનબાઈમટી જાય મનની તાણવાણ રેસાનમાં રે શાન તમને વચન થકી ચૌદ લોક રચાણાં ને,વચન થકી ચંદા […]

    March 25, 2023
←Previous Page
1 … 69 70 71 72 73 … 229
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress