Category: 27 લોકગીત

  • 90 ધમક ધમ ધમ ધમ સાંબેલું

    ધમ ધમક ધમ ધમ ધમ સાંબેલુંઅલક મલકનું અલબેલું સાંબેલુંજનમ જનમથી વહુને માથે ભાંગેલુંસાંબેલું… જેવી ઘઉંમાં કાંકરી, નણંદ મારી આકરીહાલે ના પેટનુ પાણી, એવી મારી જેઠાણીસાંબેલું.. ધમ ધમક ધમ ધમ ધમ… સાંબેલુંઅલક મલકનું અલબેલું… સાંબેલુંજેવી ફૂટે ધાણી, એવી મારી દેરાણીજેવો કુવો ઊંડો, જેઠ એવો ભૂંડોસાંબેલું… ધમ ધમક ધમ ધમ ધમ… સાંબેલુંઅલક મલકનું અલબેલું… સાંબેલુંહોય છો ને […]

  • 89 નણદલ માગે લહેરિયું રે બાઈ

    મારા લહેરિયામાં લાગી લૂંટાલૂંટ હો,નણદલ માગે લહેરિયું રે બાઈ મારા દાદાનું દીધેલું લહેરિયું રે બાઈમારી માતાની બાંધેલ લાંક હોનણદલ માગે લહેરિયું રે બાઈ ચારે ખૂણે ચાર ડાબલાં રે બાઈનણદી ! સારેરાં જોઈ જોઈ લિયો હો.નણદલ માગે લહેરિયું રે બાઈ શું રે કરું તારા ડાબલાં રે બાઈમને લહેરિયાની ઘણી ઘણી હામ હો,નણદલ માગે લહેરિયું રે બાઈ […]

  • 88 પરદેશી લાલ પાંદડું

    પાંદડું ઊડી ઊડી જાય રેપરદેશી લાલ પાંદડુંપાંદડું ઊડી ઊડી જાય રેપરદેશી લાલ પાંદડુંપાંદડાની માયા મુને લાગી રેપરદેશી લાલ પાંદડું ઓ માડી મારો સાસરો આણે આવ્યોમાડી હું તો સસરા ભેળી નહિ જાઉં રેસાસુજી મેણાં મારેપરદેશી લાલ પાંદડું ઓ માડી મારો જેઠજી આણે આવ્યોમાડી હું તો જેઠજી ભેળી નહિ જાઉંજેઠાણી મેણાં મારેપરદેશી લાલ પાંદડું ઓ માડી મારો […]

  • 87 છેલાજી રે મારે હાટુ પાટણથી

    છેલાજી રેમારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજોએમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજોપાટણથી પટોળાં મોંઘાં લાવજોછેલાજી રે રંગ રતુંબલ કોર કસુંબલપાલવ પ્રાણ બિછાવજો રેપાટણથી પટોળાં મોંઘાં લાવજોછેલાજી રે ઓલ્યા પાટણ શે’રની રે મારે થાવું પદમણી નારઓઢી અંગ પટોળું રે એની રેલાવું રંગધારહીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રેપાટણથી પટોળાં મોંઘાં લાવજોછેલાજી રે ઓલી રંગ નીતરતી રે મને […]

  • 86 માડી હું તો બાર બાર વરસે આવિયો

    માડી હું તો બાર બાર વરસે આવિયોમાડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રેજાડેજી મા, મોલ્યુંમાં દીવડો શગ બળે રે લોલ દીકરા, હેઠો બેસીને હથિયાર છોડ રેકલૈયા કુંવર, પાણી ભરીને હમણાં આવશેમાડી હું તો કૂવા ને વાવ્યું જોઈ વળ્યોમાડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રેજાડેજી મા, મોલ્યુંમાં દીવડો શગ બળે રે લોલ દીકરા, હેઠો બેસીને હથિયાર […]

  • 85 પાપ તારું પરકાશ જાડેજા

    પાપ તારું પરકાશ જાડેજા,ધરમ તારો સંભાર રેતારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રેએમ તોરલ કહે છે જી વાળી ગોંદરેથી ગાય, તોળી રાણીવાળી ગોંદરેથી ગાય રેબહેન ભાણેજાં મારિયાં, તોરલ દે રેએમ તોરલ કહે છે જી પાદર લૂંટી પાણિયાર, તોળી રાણીપાદર લૂંટી પાણિયાર રેવનના મોરલા મારિયા, તોરલ દે રેએમ તોરલ કહે છે જી ફોડી સરોવર પાળ, તોળી […]

  • 84 પેલા તે પેલા જુગમા રાણી

    પે’લા તે પે’લા જુગમા રાણીતુ હતી પોપટી ને,અમે રે પોપટ રાજા રામનાંહોજી રે અમે રે પોપટ રાજા રામનાં. ઓતરાદે ખંડમાં આંબલો પાક્યો ત્યારેસૂડલે મરેલ મુને ચાંચ રાણી પીંગળાપીડે ફકીરે મારા પ્રાણ જ હર્યાનેતોય ન હાલી મોરી સાથ મારી પીંગળાદનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં બીજા-બીજા જુગમાં રાણી,તુ હતી મૃગલી રે અમે રે મૃગેશ્વર રજા રામનાં,મધરાતે વનમાં […]

  • 83 ફૂલ ઉતર્યાં ફૂલવાડીએ રે લોલ

    ફૂલ ઉતર્યાં ફૂલવાડીએ રે લોલફૂલ તમે ઉતારા કરતલ જાવ ડોલરિયા ફૂલ ઘણાં રે લોલઉતારા કરશું બે ઘડી રે લોલમાડી મારે માથે પઠાણુંના વેરકે લશકર વિંયા ગિયાં રે લોલફૂલ ઉતર્યાં ફૂલવાડીએ રે લોલ ફૂલ તમે દાતણિયાં કરતા જાવડોલરિયા ફૂલ ઘણાં રે લોલદાતણ કરશું બે ઘડી રે લોલમાડી મારે માથે પઠાણુંના વેરકે લશકર વિંયા ગિયાં રે લોલફૂલ […]

  • 82 રૂડો બંસીબટનો ચોક

    આ શો રૂડો બંસીબટનો ચોક,કે મળી મહી વેકવા રે લોલ;મારગ મળિયા મ્હારા નાથ,કે મુજને આંતરી રે લોલ. ફોડ્યાં મ્હારાં મહીનાં માટકે ગોરસ મ્હારાં ઢોળિયાંરે લોલ;ગોપી ચાલી નન્દ દરબારકે ગોકુળ ગામની રે લોલ. વારો, જશોદા તમરા (ક હા)ન,કે નિત આડી કરે રે લોલ.ફોડ્યાં મ્હારાં મહીનાં માટ,કે કે ગોરસ મ્હારાં ઢોળિયાંરે લોલ; જશોદાને ચડિયલ રીસ,કેલટૅકે નીસર્યાં રે […]

  • 81 પાણી ગ્યાતાં રે બેની અમે

    પાણી ગ્યા’તાં રે બેની અમે તળાવનાં રેપાળેથી લપટ્યો પગબેડાં મારા નંદવાણાં રે ચોરે બેઠાં રે બેની તારા સસરાજી રેકેમ કરી ઘરમાં જઈશ કેબેડાં તારા નંદવાણાં રે લાંબા તાણીશ રે બેની મારા ઘૂમટાં રેરૂમઝૂમ કરતી જઈશ કેબેડાં મારા નંદવાણાં રે પાણી ગ્યા’તાં રે બેની અમે તળાવનાં રેપાળેથી લપટ્યો પગબેડાં મારા નંદવાણાં રે ડેલીએ બેઠાં રે બેની […]