gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 46 હિંડોળો ઘનશ્યામ હરિનો

    હિંડોળો ઘનશ્યામ હરિનો,અતિ રૂપાળો લાગે રે;સજની અંતર વાધે સુખડું,ભવનું દુઃખડું ભાગે રેહિંડોળો ઘનશ્યામ… છેલ ચતુરવર છોગાળા કેરી,મૂર્તિ મનોહર પ્યારી રે;અલબેલા મન મોહન ઉપર,તન ધન નાખું વારી રેહિંડોળો ઘનશ્યામ… હિંડોળાની શોભા હેલી,વર્ણવ્યામાં નવ આવે રે;લટકાળા કેરું છોગલીયું,ચિત્તડાને લલચાવે રેહિંડોળો ઘનશ્યામ… કનક સ્તંભ હિંડોળો કાજુ,દોરી રેશમ કેરી રે;બ્રહ્માનંદનો વહાલો ઝુલે,લાલ મનોહર લહેરી રેહિંડોળો ઘનશ્યામ…

    October 16, 2022
  • 45 મારાં નેણાં તણા શણગાર

    મારાં નેણાં તણા શણગાર રે,મંદિરે પધારો તમે માવજી રે હાંરે વહાલા તમ રે વિના ગમતું નથી રે,મારા હરિવર હૈડાના હાર રેમારાં નેણાં તણા… હાંરે વહાલા ચટક રંગીલી પહેરી ચાખડી,ઓરા આવોને પ્રાણ આધાર રેમારાં નેણાં તણા… હાંરે વહાલા પ્યારી રંગીલી બાંધી પાઘડી રે,રૂડા ઝળકે સોનેરી માંહી તાર રેમારાં નેણાં તણા… હાંરે વહાલા બ્રહ્માનંદ કહે હવે તમ […]

    October 16, 2022
  • 44 તમે મીઠું બોલીને મન લીધું

    તમે મીઠું બોલીને મન લીધું રેમીઠડા બોલાજી,કાંઈ કામણ કીધું રે મીઠડા બોલાજીતમે મીઠું બોલીને… સુણી મુખની મીઠી વાણી રે,કરું તન મન ધન કુરબાની રેમીઠડા બોલાજી તારું રૂપ અલૌકિક જોયું રે,જોઈ મનડું મારું મોહ્યું રેમીઠડા બોલાજી મેં તો સેજડી બિછાઈ તમ સારુ રે,આવો કોઈ નથી કહેનારું રેમીઠડા બોલાજી શીદ ડરતાં ડરતાં ચાલો રે,મારા મંદિરિયામાં મા’લો રેમીઠડા […]

    October 16, 2022
  • 43 તુમ પ્રભુ અશરણ શરણ કહાયે

    તુમ પ્રભુ અશરણ શરણ કહાયે,જાકો કોઈ નહીં આ જગમેં,તાકે હો તુમ નાથ સહાયે… બહુત જતન કર કે બહુનામી,નિજ જન કે તુમ વિઘ્ન મિટાયે;જૈસે હરિ કુરરી કે બાળકમહાભારત મેં લિયેરી બચાયેતુમ પ્રભુ અશરણ શરણાગત-વત્સલ તુમ સમરથ,વેદ પુરાણ કવિજન ગાયે;દુષ્ટ વિનાશન બિરદ તિહારો,સો તુમ ક્યું બૈઠે બિસરાયેતુમ પ્રભુ અશરણ રાખ્યો તુમ પ્રહ્લાદ અગ્નિતેં,ગજ કે કાજ ગરુડ તજી […]

    October 16, 2022
  • 42 રહેજો મારી આંખલડી આગે

    રહેજો મારી આંખલડી આગે…નીરખી તમને નાથજી,મારી ભુખલડી ભાંગેરહેજો મારી આંખલડી આગે… ચમકા કરતી ચાખડી રે, કેસરિયે વાઘેશીશ કલંગી શોભતી,વા’લા જરકસિયે પાઘે.રહેજો મારી આંખલડી આગે… રસિક સલૂણા રાજને,હું તો રીઝી છું રાગેજોઈ જોઈ તમને જાદવા,નિત પ્રીતલડી જાગેરહેજો મારી આંખલડી આગે… કમર કટારે વાંકડો રે,અતિ પ્યારો લાગે;અધક્ષણું રહો મા વેગળા,એમ બ્રહ્માનંદ માગેરહેજો મારી આંખલડી આગે…

    October 16, 2022
  • 41 શ્યામ સલૂણો આવિયા રે

    શ્યામ સલૂણો, આવિયા રેશ્યામ સલૂણો આવિયાધન્ય ઘડી છે આજની રે,આવ્યા શ્યામ સલૂણો… વહાલો પધાર્યા એવી સાંભળી વધામણી,સૂરત ભૂલી ઘરકાજની રેઆવ્યા શ્યામ સલૂણો… સામૈયું લઈને ચાલી વહાલાને વધાવવા,શંકા ન રાખી લોક લાજની રેઆવ્યા શ્યામ સલૂણો… વાજાં નગારાં ઢોલ શરણાઈ વજાડી,કરો ધુન્ય તાલ પખાજની રેઆવ્યા શ્યામ સલૂણો… બ્રહ્માનંદ કહે આવી વસી મારે અંતરે,મૂર્તિ રસિક વૃષરાજની રેઆવ્યા શ્યામ […]

    October 16, 2022
  • 81 જગની માયા જૂઠી રે મનવા

    વારથ છોડી ચાલવુંકરવા ઉત્તમ કામ હોદયા દાખવી દિન પરલેવું રામ નું નામહો લેવું રામ નું નામ જગની માયા જૂઠી રે મનવાજગની માયા જૂઠી રે મનવામાન કહ્યું તું મારુ રેપલ માં જવું ઉડી રે મનવામાન કહ્યું તું મારુ રેજગની માયા જૂઠી રે મનવા યૌવન જાશે વૃદ્ધ થવાશેકરમાઈ જાશે કાયા રેતો શાને દુઃખ પડવા લાગ્યુંજાયા માંગે માયા […]

    October 10, 2022
  • 80 કઠણ ચોટ છે કાળની રે

    કઠણ ચોટ છે કાળની રે,મરણ મોટેરો માર;કંઇક રાજા ને કંઇક રાજિયા,હાં રે મેલી ચાલ્યા સઁસાર.હેતે હરિરસ પીજીએ…. સંસાર ધુમાડાના બાચકા રે,સાથે આવે ન કોઇ;રંગ પતંગ નો ઉડી જશે,હાં રે જેમ આકડાનુ નૂરહેતે હરિરસ પીજીએ…. કેના છોરુ ને કેના વાછરુંકેના માય ને બાપ?અઁતકાળે જાવુ એકલુ ,હાઁ રે સાથે પુણ્ય ને પાપ્.હેતે હરિરસ પીજીએ…. માળી વિણે રુડાં […]

    October 10, 2022
  • 79 જીવવું થોડું ને મારે કોનાથી બગાડું

    કોના થી બગાડું કોના થી બગાડુંજીવવું થોડું ને મારે કોનાથી બગાડું. વ્હેલું કે મોડું સહુએ જવાનુંઆ દુનિયા છે મુસાફિરખાનુંસુખે સુતેલાને નહિ રે જગાડુજીવવું થોડું ને મારે કોનાથી બગાડું પંખી તમે સહું સંપીને રહેજોવડલાની ડાળે વિસામો રે લેજોડરશો ના દિલમાં નહિ રે ઉડાડુંજીવવું થોડું ને મારે કોનાથી બગાડું અંતરજામી હું એટલું જ માંગુપરદુ:ખે હું દોડી ને […]

    October 10, 2022
  • 78 જેસલ કરી લે ને વિચાર

    જેસલ ! કરી લે ને વિચાર‚માથે જમ કેરો માર‚સપના જેવો આ સંસાર‚તોળી રાણી કરે છે પોકાર‚ આવો ને જેસલ રાય‚આપણ પ્રેમ થકી મળીએ રે‚પૂરા સાધ હોય ત્યાં જઇને ભળીએ રે… અનુભવી આવ્યો છે અવતાર‚માથે સતગુરુ ધાર‚જાવું છે ધણીને દુવાર‚બેડલી ઉતારે ભવ પાર… ચાંદો સૂરજ વસે છે આકાશ‚નવ લાખ તારા એની પાસ‚પવન પાણી ને પરકાશ‚સૌ લોક […]

    October 10, 2022
←Previous Page
1 … 104 105 106 107 108 … 229
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress