gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 31 નયણાં સફળ થયાં નાથને નીરખી

    આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી,સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી. જે રે મારા મનમાં હતું તે વહાલાએ કીધું;પ્રીતે પ્રભુજી પધારિયા, આવી આલિંગન દીધું. વહાલો મારો વિહારીલો, તેહને જાવા ન દીજે;હાથ થકી નવ મૂકીએ, અંતરગત લીજે. કાલિંદ્રીને કાંઠડે, હરિ નાચે ને ગાયે,સ્વર પૂરે સર્વ સુંદરી, અતિ આનંદ થાયે. ધન્ય જમુનાનો તટ, ધન્ય વ્રજનો રે […]

    December 30, 2022
  • 30 શેરી વળાવી સજ્જ કરું

    આ શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો નેઆંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘરે આવો ને. આ ઉતારા દેશું, ઓરડા ઘરે આવો ને;દેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવો નેશેરી.. આ દાતણ દેશું દાડમી ઘરે આવો નેદેશું કણેરી કાંબ, મારે ઘરે આવો નેશેરી.. આ નાવણ દેશું કુંડિયું ઘરે આવો ને,દેશું દેશું જમનાજીના નીર મારે ઘરે આવો નેશેરી.. […]

    December 30, 2022
  • 29 અમે મહિયારાં રે ગોકુળ ગામનાં

    અમે મહિયારાં રે ગોકુળ ગામનાંમારે મહી વેચવાને જાવાંમહિયારા રે… ગોકુળ ગામનાં મથુરાની વાટ મહીં વેચવાને નીસરીનટખટ એ નંદકિશોર માગે છે દાણ જીહે મારે દાણ દેવા, નહીં લેવા,મહિયારા રે ગોકુળ ગામના યમુનાને તીર વા’લો વાંસળી વગાડતોભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતોહે મારે જાગી જોવું ને જાવું.મહિયારા રે ગોકુળ ગામનાં માવડી જશોદાજી કાનજીને વારોદુ:ખડા હજાર દિયે નંદજીનો લાલોહે […]

    December 30, 2022
  • 28 અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

    અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,જૂજવે રૂપે અનંત ભાસે;દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસેઅખિલ બ્રહ્માંડમાં…. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરાવૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;વિવિધ રચના કરી અનેક રસ લેવાને,શિવ થકી જીવ થયો એ જ આશેઅખિલ બ્રહ્માંડમાં…. વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે,કનક કુંડલ વિષે ભેદ ન હોયે;ઘાટ ઘડિયા પછી […]

    December 30, 2022
  • 63 શ્રીમદ્ ભાગવતરૂપી આંબો

    આંબો અખંડ ભુવનથી ઊતર્યો,વ્રજ ભૂમિમાં આંબાનો વાસ,સખી આંબો રોપીઓ… વસુદેવે તે બીજ વાવિયું,હુવો દેવકીજી ક્ષેત્ર પ્રકાશ…સખીઆંબે જશોદાજી એ જળ સીચીયા,નંદગોપ આંબાના રખવાળા…સખી બ્રહ્માજીએ તે ચાર પત્ર લખ્યા,મુનિ નારદે કીધા છે જાણ…સખીવ્યાસ મુનિએ તે ચાર પત્ર કર્યાં,તેના નવ ખંડમાં નામ…સખી આંબો ધ્રુવ પ્રહ્લાદે અનુભવ્યો,તેના સેવનારા વ્રજનાર…સખીદ્વાદશસ્કન્ધ આંબાના થડ થયાં,ત્રણસો પાંત્રીસ અધ્યાય છે ડાળ…સખી અઢાર હજાર શ્લોક […]

    December 28, 2022
  • 62 ગોપીજનના રે પ્રાણ મારા પ્રભુજી

    ગોપીજનના રે પ્રાણ મારા પ્રભુજીની પાસેગોપીજનના રે પ્રાણ મારા પ્રભુજીની પાસે,અહીંયા રહ્યા એતો સુના શ્રીર…ગોપીજનના કર્મે અમારે અક્રુર ક્યાંથી આવ્યા, જીજક કરી લઈ ગયા બલ ભદ્રવીરગોપીજનના રથ રે રોકીને જ્યારે રહ્યા રાધાજી, જીકેટલીક દીઘી તી અમને ધારણ ધીરગોપીજનના આવ્યાની આશે અમે રહ્યા વિશ્વાસે,આવડાં મેં નહોતા જાણ્યા હૈયાના કૂડગોપીજનના શ્યામ સ્વરૂપ વિના શા કરીયે સાધન,અંબ મુકીને […]

    December 28, 2022
  • 61 શ્રીજી બાવા દીન દયાળા

    શ્રીજી બાવા દીન દયાળાશ્રીજી બાવા દીન દયાળા ભક્તો તમારો જાણજોહરિગુણ ગાતાં દોષ પડે તો સેવા અમારી માનજો હું અપરાધી કાંઇ ન સમજ્યો નામ તમારાં અપાર છેદાસ ઉપર દયા કરો તો ગુણ તમારા ગાય છે ઓ દીનબંધુ ઓ રે દયાળુ પ્રાર્થના કરું કરગરીદાસ ઉપર દયા કરો તો ફેરે જન્મ ના ઘરું ફરી ગૌલોકવાસી વૈકુંઠવાસી બુદ્ધિ અમારી […]

    December 28, 2022
  • 60 સમય મારો સાધજે વહાલા

    સમય મારો સાધજે વહાલાસમય મારો સાધજે વહાલાકરું હું તો કાલાવાલા અંત સમય મારો આવશે જ્યારેનહીં રહે દેહનું ભાન ભાનએવે સમય મુખે તુલસી દેજોદેજો યમુના પાન પાન જીભલડી મારી પરવશ બનશેજો હારી બેસું હું હામ હામએરે સમય મારી વ્હારે ચઢીનેરાખજે તારું નામ નામ કંઠ રુંધાશે ને નાડીઓ તુટશેતુટશે જીવન દોર દોરએરે સમય મારા અલબેલાજીકરજો બંસરી શોર […]

    December 28, 2022
  • 59 શ્રીજી સેવા કરી લે વલ્લભ નામ

    શ્રીજી સેવા કરી લે, વલ્લભ નામ જપી લે,જીવન સફળ કરી લે,નિશ્ચે જાવું શ્રીવલ્લભના શરણમાં. કોટી યુગોથી વિખૂટો પડ્યો જીવ,મનુષ્ય જન્મ ધરીને, શ્રીવલ્લભ ભજી લે (૨)અવસર આવેલો વહી જાય,આયુષ્ય એળે પુરું થાય..નિશ્ચે જાવું દૈવી જીવોના ભાગ્ય વિસ્તર્યા,રતિ પંથ પ્રગટ કરી જીવો ઉદ્ધાર્યા (૨)એવા દીનોના દયાળ, એની દયાનો નહીં પારનિશ્ચે જાવું મોહ મમતાનો ત્યાગ કરી લે,રસેષ પુરુષોત્તમને […]

    December 28, 2022
  • 58 હાંરે ઝૂલે ઝૂલે શ્રીનાથજી ઝૂલે

    હાંરે ઝૂલે ઝૂલે શ્રીનાથજી ઝૂલે,હાંરે જોઈ વૈષ્ણવના હૈયા ફૂલેશ્રીનાથજી ઝૂલે હાંરે સોનાનો હિંડોળો બનાવ્યો,હાંરે તેમાં હીરા માણેકે મઢચો…શ્રીનાથજી હાંરે જાઈ જીઈનો હિંડોળો બનાવ્યો,હાંરે તેમાં ગુલાબને મોગરો ભરીયોશ્રીનાથજી હાંરે શાક પાનનો હિંડોળો બનાવ્યો,હાંરે તેમાં ગુવારને કાકડી સોહેશ્રીનાથજી હાંરે ફળ ફૂલનો હિંડોળો બનાવ્યો,હાંરે તેમાં કેળા ને નાસપતિ સોહેશ્રીનાથજી હાંરે કુંજ સદનમાં હિંડોળો બનાવ્યો,હાંરે રાધા કૃષ્ણજીને સંગે ઝૂલેશ્રીનાથજી […]

    December 28, 2022
←Previous Page
1 … 91 92 93 94 95 … 231
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress