-
116 આજ સ્વપનામાં મેં તો ડોલતો ડુંગર
આજ રે સ્વપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો,ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સ્વપનામાં રે. આજ રે સ્વપનામાં મે તો ઘમ્મર વલોણું દીઠું જો,દહીં – દૂધના વાટકા રે, સાહેલી, મારા સ્વપનામાં રે. આજ રે સ્વપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો,ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સ્વપનામાં રે. આજ રે સ્વપનામાં મેં તો જટાળો જોગી […]
-
115 આજનો ચાંદલિયો મને લાગે બહુ
આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો,કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો… તારા રે નામનો છેડ્યો એક તારો,હું તારી મીરાં તું ગિરધર મારો…આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો,કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો… આપણે બે અણજાણ્યા પરદેશી પંખી,આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી;જોજે વિખાય નહીં શમણાનો માળો,કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો… દો […]
-
114 તારા આંગણીયા પૂછીને જે કોઈ
એજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે રે.આવકારો મીઠો આપજે રે. એજી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે,બને તો થોડું કાપજે રે… માનવીની પાસે કોઈ માનવી ન આવે રે.એજી તારા દિવસની પાસે રે દુખિયા આવે રે.આવકારો મીઠો… “કેમ તમે આવ્યા છો ?” એમ નવ કહેજે રે.એજી એને માથું રે હલાવી હોંકારો તું દેજે રે.આવકારો […]
-
113 આવડા મંદિરમાં હું તો એકલી
આવડા મંદિરમાં હું તો એકલી રે લોલઆવડા મંદિરમાં હું તો એકલી રે લોલકેમ કરી મારા દઃખના દા’ડા જાય જો આપરણ્યો હાલ્યાં છે વેરણ ચાકરી રે લોલકેમ કરી મારા દઃખના દા’ડા જાય જો આપરણ્યો હાલ્યાં છે વેરણ ચાકરી રે લોલ તમારે પરમાર સૈંયર સામટી રે લોલરે’જો તમો રાજું કેરી રીત જોપંડડા રે’શે તો પાછા પૂગશું રે […]
-
112 એક ગોકુળ મથુરા મારું ગામ છે
એક ગોકુળ મથુરા મારું ગામ છે રે લોલનાની વણઝારી મારું નામ છે રે લોલહું તો લટકે ચાલું ગોકુળ ગામમાં રે લોલએ ચાલીને દેખાડું મારા નાથને રે લોલ એ મેં તો લાખના કડલાં ઘડાવિયા રે લોલહીરલાં જડાવ્યા સવા લાખના રે લોલહું તો પહેરીને દેખાડું મારા નાથને રે લોલહું તો લટકે ચાલું ગોકુળ ગામમાં રે લોલ એ […]
-
111 એક ઝાડ માથે ઝુમખડું
એક ઝાડ માથે ઝુમખડુંઝુમખડે રાતા ફૂલ રે,ભમ્મર રે રંગ ડોલરિયો… એક સરોવર પાળે આંબલિયોઆંબલિયે ઝૂલતી ડાળ રે,ભમ્મર રે રંગ ડોલરિયો… એક આંબા ડાળે કોયલડીએનો મીઠો મીઠો સાદ રે,ભમ્મર રે રંગ ડોલરિયો… એક નરને માથે પાઘલડીપાઘડીયે ફૂમતા લાલ રે,ભમ્મર રે રંગ ડોલરિયો… એક ભાલે કંકુ ચાંદલિયોએના રાતા રાતા તેજ રે,ભમ્મર રે રંગ ડોલરિયો…
-
110 કાનુડે કવરાવ્યાં ગોકુળિયામાં
કાનુડે કવરાવ્યાં ગોકુળિયામાંકાનુડે કવરાવ્યાં… સૂતેલા બાળ મારે વ્હાલે જગાડ્યારમતાંને રોવડાવ્યા રે ગોકુળિયામાંકાનુડે કવરાવ્યાં… ધીમેથી વાછરું વ્હાલાજીએ છોડ્યાંવણદોહ્યાં ને ધવરાવ્યાં રે ગોકુળિયામાંકાનુડે કવરાવ્યાં… શીકેથી માટ મારે વ્હાલે ઉતાર્યાઝાઝા ઢોળ્યાં ને પીધાં થોડા ગોકુળિયામાંકાનુડે કવરાવ્યાં… પુરુષોત્તમ વ્હાલા પ્રાણ અમારાતમે જીત્યા ને અમે હાર્યા રે ગોકુળિયામાંકાનુડે કવરાવ્યાં…
-
109 કાનુડાના બાગમાં
એ નુડાના બાગમાંચંપો ને ચંપે આવ્યાં છે ફૂલ.ફૂલ કેરે સાહેલડી તે સાયબો મારોમાને નહીં કેમ.કેમ બોલે રે તારા દિલડાં ઉદાસીમાં છે વાલા મને ઉતારામાં ઓરડા નેકાંઈ મેડીના મોલમોલ કેરે સાહેલડી તે સાયબોમારો માને નહીં કેમ…કેમ. એ…સાજનને ભોજન લાપશીને કં કઢિયેલ દૂધ,દૂધ કેરે સાહેલડી તે સાયબોમારો માને નહીં કેમ…કેમ. એ…પ્રીતમને પોઢણ ઢોલીયાનેકાંઈ હિંડોળા ખાટ,ખાટ કેરે સાહેલડી […]
-
108 કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે. મારા બાલુડા ઓ બાળ, તારા પિતા ગયા પાતાળ,હાંરે મામો શ્રીગોપાળ, કરવા કૌરવકુળ સંહારકુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે. માતા, પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે ?પહેલે કોઠે ગુરુ દ્રોણ, એને જગમાં જીતે કોણકાઢી કાળવજ્રનું બાણ, લેજો પલમાં એના પ્રાણકુંતા અભિમન્યુને બાંધે અમ્મર […]
-
107 મ્હારા કાન કુંવરિયાની ઝૂલડી
કોઈ ગોતી દેજો રે, કોઈ ગોતી દેજો રે;મ્હારા કા’ન કુંવરિયાની ઝૂલડી,મ્હારા શ્યામ સુંદરિયાની ઝૂલડી. સાવ રે સોના કેરી ઝૂલડી,માંહી રૂપા કેરા ધાગા;અવર લોકને ઓપે નહિ,મ્હારા કા’નકુંવરજીના વાધા રે શેરીએ શેરીએ સાદ પડાવું નેધર ધર હાલુ છું જોતી;એ રે ઝૂલડીમા કાંઈ નથી બીજું,એને છેડે કળાયલ મોતી રે માતા જ્શોદાજી મહી વલોવેને કા’નો વળગ્યો કોટે,એ રે ઝૂલડીને […]
